ગીરસોમનાથમાં ભારે ઝાકળ વર્ષાના કારણે કેસર કેરીના પાકને નુકસાન

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા બે દિવસથી પડી રહેલા ઝાકળના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ, કેસરના પાકને નુકશાન

 • Share this:
  દિનેશ સોલંકી, ગીરસોમનાથ : એક તરફ રાજ્યમાં ઉનાળો આકારાપાણીએ છે, ત્યારે બીજી બાજુ રાજ્યના દરિયા કાંઠાના ગીર સોમનાથ જિલ્લામાં સતત ઝાકળ વર્ષા થઈ રહી છે. છેલ્લા બે દિવસથી થઈ રહેલી ભારે ઝાકળ વર્ષના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ ઝાકળ વર્ષના કારણે કેસર કેરીના પાકને નુકસાન પણ થયું છે.

  ઉલ્લેખનીય છે કે આ વર્ષે પહેલાંથી જ કેસરનો પાક ઓછો રહે તેવી શક્યતા છે, જેના કારણે કેસર કેરીનો પાક ઓછો થવાની શક્યતા છે ત્યારે ઝાકળ વર્ષાનું પ્રમાણ વધતા ખેડૂતો ચિંતામા મૂકાયા છે. એક બાજુ રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ઝાકળ વર્ષાના કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ધુમ્મસ અને ઝાકળના પગલે કેસર કેરીના પાકને નુકસાન થાય તો સ્વાદ રસિયાઓની પ્લેટમાં કેસર કેરી મોંઘી થઈ શકે છે.

  ઝાકળ વર્ષા સવારે 8 વાગ્યાથી લઈને સવારે 9 વાગ્યા સુધી મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે. આ ઝાકળ વર્ષા વાતાવરણમાં પલટો આવવાના કારણે થઈ રહીં છે, જેના કારણે કેસરના પાકને મોટું નુકસાન થવાની ભીતી છે.બીજી બાજુ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં પણ ઝાકળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
  Published by:Jay Mishra
  First published: