ગીર: તંત્ર દ્વારા નદી પર પુલ ન બનાવતા ગ્રામજનોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી બનાવી રહ્યા છે

ગામજનો બનાવી રહ્યા છે પુલ

Gir News: ઉના તાલુકાના ઉમેજ ગામની 60 ટકા જેટલી વસ્તી રાવલ નદીના સામે કાંઠે વસવાટ કરે છે.

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર: જાત મહેનત જીંદાબાદના સૂત્રને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથના ઉમેજ ગામની દાયકાઓ જૂની સમસ્યા ગામ લોકો ચાર વર્ષથી જાતે ઉકેલે છે, ગામની વચ્ચે પસાર થતી રાવલ નદી પર પુલ બનાવવા તંત્રને દાયકાઓથી રજુઆત કરી છે. પરંતુ જાણે તંત્રને કાંઇ સંભળાતુ ન હોય તેમ કાંઇ જ કરતા નથી. જેથી ગામલોકોએ જાતમહેનતે પુલ બનાવી દીધો છે.

  વર્ષોથી સમસ્યાનું નિરાકરણ નથી થતુ

  ઉના તાલુકાના ઉમેજ ગામની 60 ટકા જેટલી વસ્તી રાવલ નદીના સામે કાંઠે વસવાટ કરે છે. તો ગામના મોટાભાગના ખેડૂતોની જમીન પણ રાવલ નદીના સામે કાંઠે જ આવેલી છે. દેશ આઝાદ થયું ને દાયકાઓ વીતી ગયા પણ આ ગામની મુખ્ય સમસ્યાનું નિવારણ આવ્યું નથી. ચોમાસું શરૂ થાય અને આ ગામના લોકો માટે રાવલ નદી સમસ્યા બની છે. જોકે, એવું નથી કે ગામમાં કોઈ શિક્ષિત કે જાગૃત વ્યક્તિ નથી. અને એવાજ ગામના અનેક લોકો સદીઓથી નદી પર માત્ર બેઠો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ અફસોસ કે, આ ગામની રાવલ નદી પરની ફાઈલ એક ઓફિસથી બીજી ઓફિસમાં ફર્યા કરે છે. પણ પુલ બનતો નથી.

  ઉમેજ ગામ


  ગામ લોકોએ જાતે જ પુલ બનાવવાનું શરૂ કર્યુ

  જોકે, આખરે છેલ્લા ચાર વર્ષથી ગામના લોકોની ધીરજ ખૂટી અને નદીના ધસમસતા પ્રવાહમાં જાતમહેનત જીંદાબાદથી નદી પાર જવા માટે રસ્તો બનાવવાનું નક્કી કર્યું. જાત મહેનત જિંદબાદનું સુત્ર સાકાર કર્યું. ચોમાસાના ચાર મહિના રાવલ નદીમાં સતત પાણી વહેતું હોય છે. આ નદી ઉપર પુલ ના હોવાને કારણે ઉમેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા 60 ટકા જેટલા ખેડૂતોને ગામમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે. તેમજ ચોમાસા દરમિયાન બાળકો શાળાએ પણ જઈ શકતા નથી.

  ખેડૂત ખાતેદાર દીઠ રૂ 300નો ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે

  ત્યારે રાવલ નદી પાર કરીને વાડી વિસ્તારના લોકો, ખેડૂતો ગામમાં જઈ શકે તે માટે ચાર ચાર વરસથી ઉમેજ ગામના લોકો લોકફાળો કરીને જાત મહેનતે નદી પાર કરી શકાય તેવો રસ્તો મોટા મોટા પથ્થરો તેમજ પાઈપ નાંખી બનાવી રહ્યા છે. એક ખેડૂત ખાતેદાર દીઠ રૂ 300નો ફાળો ઉઘરાવીને ટ્રેક્ટર, જેસીબી સાથે રાખીને કાચા પુલ જેવો રસ્તો તૈયાર કર્યો છે. જેમાં ગતવર્ષે 80 હજાર જેટલો ખર્ચ આવ્યો હતો જયારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 60 હજાર જેટલો ખર્ચ આવ્યો છે. જેમાં પણ અનેક અગ્રણીઓ પણ સહભાગી થઈ પોતાનું યોગદાન આપે છે. અને ત્યારબાદ સતત ચાર દિવસ આ કામગીરી કરવામા આવી છે.

  આ પણ વાંચો - મોડાસાની યુવા એસ્ટ્રોનોટે શોધી કાઢ્યા 12 લધુ ગ્રહ, NASAએ કર્યું સન્માન

  દિવસ રાત એક કરી છેલ્લા ચાર દિવસથી કામ કરતા આ લોકોએ પોતાના આવવા જવા માટે નદીમાં રસ્તો તો બનાવ્યો છે. પરંતુ સરકાર જો આ લોકોને વહેલી તકે બેઠો પુલ બનાવી આપે તો ગામના લોકોની કાયમી સમસ્યા દૂર શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: