ગાંધીધામ: ચોંકાવનારા કારણ સાથે યુવકોએ કર્યુ બે વર્ષના બાળકનું અપહરણ, આ રીતે ફૂટ્યો ભાંડો

ગાંધીધામ: ચોંકાવનારા કારણ સાથે યુવકોએ કર્યુ બે વર્ષના બાળકનું અપહરણ, આ રીતે ફૂટ્યો ભાંડો
માતા પિતા સાથે બાળક

આરોપીઓ મધ્યપ્રદેશના એક દંપતીના બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

  • Share this:
ગાંધીધામના રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 વર્ષના બાળકના અપહરણ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  જેમા સામે આવ્યું છે કે, એક આરોપીનું સંતાન ન હોવાથી અપહરણ કર્યા હતુ. જ્યારે અન્ય આરોપીએ તેને મદદ કરવા માટે એક લાખની માંગણી કરી હતી. પોલીસની ગિરફતમાં આવેલા બંને આરોપીઓને રેલવે પોલીસે ભારે જહેમત બાદ આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના એક દંપતીના બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સુબ્રમણિયમ છેલ્લા 10થી 12 વર્ષથી ગાંધીધામમાં રહે છે.  તે અલગ અલગ કામ કરે છે. ફરિયાદી રેલવે ટ્રેકની મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બાળકને 12 માર્ચની રાતે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં 2 લોકો બાળકને બાઈક પર લઈ જઈ રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ.બે આરોપીઓ


રાજકીય નેતાઓમાં વધતા સંક્રમણ અંગે નીતિન પટેલે આપ્યું સ્પષ્ટીકરણ, જાણો શું કહ્યું તેમણે

આ સાથે એક મોબાઈલ પણ ચોરી થયો હતો અને તેની તપાસ કરતા તે આરોપી મહોમદ સદામ દ્વારા ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે મહોમદને પકડી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, બાળકને સુબ્રમણિયમ લઈને જતો રહ્યો છે. જેથી પોલીસે આંધ્રપ્રદેશ જઈ બાળકને બચાવીને લઇઆવી હતી. તપાસમાં સામે આવ્યું કે, સુબ્રમણિયમને કોઇ સંતાન નથી. જેથી તેને આ અપહરણ કર્યું હતું અને જેમાં મહોમદે  બાળક વિશે માહિતી આપી હતી. જેમાં તેને 1 લાખ લેવાની વાત કરી હતી.

સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટ: સહયોગ ટ્રસ્ટના એકસાથે 39 વિદ્યાર્થીઓ સંક્રમિત

નોંધનીય છે કે, હાલ તો સુબ્રમણિયમ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તેવું નથી લાગી રહ્યું પરંતુ મહોમદ સામે કોઈ ગુનો છે કે કેમ અને આ પેહલા પણ તેને આવું કર્યું છે કે કેમ અને સુબ્રમણિયમ અને અન્ય આરોપીઓ કોઈ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંડોવાયેલા કે કે કેમ તે તમામ દિશાઓમાં તાપસ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:March 21, 2021, 15:41 pm

ટૉપ ન્યૂઝ