મોરબીના યુવા કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી જુગારધામ ઝડપાયું, પ્રમુખના પિતા સહિત છ વ્યક્તિ જુગાર રમતા પકડાયા

મોરબીના યુવા કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી જુગારધામ ઝડપાયું, પ્રમુખના પિતા સહિત છ વ્યક્તિ જુગાર રમતા પકડાયા
મોરબીના યુવા કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી જુગારધામ ઝડપાયું, પ્રમુખના પિતા સહિત છ વ્યક્તિ જુગાર રમતા પકડાયા

રોકડ રકમ 50,500 જપ્ત કરી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબીમાં યુવા કોંગ્રેસ પ્રમુખના ઘરમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી બી ડિવિઝન ઇન્ચાર્જ પીઆઈ આઈ કોંઢીયાને મળી હતી. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે ઉમા ટાઉનશિપ સામે આવેલ અરુનોદય નગરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં આ ઘર મોરબી યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનું હોવાનું જાણવા મળ્યું હતું.

  આ દરોડામાં બી ડિવિઝન પોલીસે ઘરના માલિક અને પ્રમુખના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા સહિત પ્રકાશ ફુલતરિયા, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા, મગનભાઈ જેરાજભાઈ રાજપરા, કાનજી અંબારામભાઈ છાત્રોલા, જયંતિભાઈ વાઘજીભાઈ વરસડા સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 52 નંગ પાનનાં તેમજ રોકડ રકમ 50,500 જપ્ત કરી અને બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ પણ વાંચો - રાજકોટ : કોન્સ્ટેબલે લાંચ ન સ્વીકારી છતા થઈ કાર્યવાહી, જાણો કેમ

  શ્રાવણીયા જુગારના કેસમાં હવે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવાની કલમ પણ ઉમેરાશે

  સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં શ્રાવણ મહિનામાં સૌથી વધુ જુગાર રમવામાં આવે છે તો બીજી તરફ પોલીસ પણ આવા જુગાર પર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડે છે. રાજકોટ પોલીસે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી એક અલગ પ્રયોગ પણ શરૂ કર્યો છે. પોલીસ જુગારીઓ પર જુગારનો કેસ કરે છે સાથે જ સોશિયલ ડિસ્ટન્સની પણ કલમ ઉમેરે છે અને જો જુગારીઓએ માસ્ક નહીં પહેર્યું હોઈ તો તેને માસ્કનો પણ દંડ કરે છે.

  રાજકોટ પોલીસનું આ પગલું સમગ્ર ગુજરાતની પોલીસ માટે એક ઉત્તમ ઉદાહરણ છે અને રાજકોટનો આ પ્રયોગ સમગ્ર રાજ્યની પોલીસ માટેનો પ્રથમ પ્રયોગ પણ બન્યો છે. જેવી રીતે પોલીસ અલગ અલગ વિસ્તારમાંથી અને તેમાં પણ રહેણાંક મકાનમાંથી જુગાર રમતા લોકોને પકડી રહી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. જે કાર્યવાહીમાં સોશિયલ ડિસ્ટન્સની કલમનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

  મહત્વનું છે કે શ્રાવણ માસમાં સૌથી વધુ જુગાર રમાય છે જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓને ખાસ સૂચનાઓ પણ અપાઇ છે. આવા કોરોના મહામારીના કાળમાં જ્યારે લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ છે અને કોરોના ફેલાવાનો ભય પણ લાગે છે તેવા કપરા કાળમાં વધુ પ્રમાણમાં લોકો એકઠા થઈને જુગાર રમતા હોય છે. આવા જુગારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતો હોવાની પણ કલમનો ઉમેરો કરવા સૂચના આપવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:July 30, 2020, 23:32 pm