રાજકોટઃ ક્રિકેટ રમતી વખતે બે જૂથ વચ્ચે મારામારી, 4 ઘાયલ

  • Share this:
    અંકિત પોપટ, રાજકોટઃ શહેરમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટ રમવાની નાની એવી બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી, જેમાં એક પક્ષ દ્વારા હથિયારો વડ્ડે હુમલો કરતાં ચાર શખ્સો લોહીલૂહાણ થઇ ગયા હતા.

    પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરમાં જિલ્લા ગાર્ડન પાસે સામાન્ય બાબતે માથાકુટ થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની વિગત અનુસાર ક્રિકેટ રમતી વખતે બોલ અડી જતા રફિક સહિતના 6 જેટલા લોકોએ હાર્દિક, ઘનશ્યામ, રવિ અને નિલેશ નામના યુવકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ઈજાગ્રસ્ત ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે હુમલો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી તપાસ ચાલુ કરી છે.
    Published by:Sanjay Vaghela
    First published: