રાજકોટ જીલ્લામા DRDO અને ભારત સરકારની મદદથી ચાર ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે

રાજકોટ જીલ્લામા DRDO અને ભારત સરકારની મદદથી ચાર ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે
રાજકોટ જીલ્લામા DRDO અને ભારત સરકારની મદદથી ચાર ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

  • Share this:
રાજકોટ : હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારીનો કેર વર્તાઇ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના કલેકટર રેમ્યા મોહનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ક્રિટિકલ દર્દીઓના કેસની સંખ્યામાં ઘટાડા માટે હજુ આગામી બે અઠવાડીયા જેટલો સમય લાગશે. બીજી તરફ કોરોના મહામારી સામેની લડતમાં રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 68ના ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70ના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી 20 - 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ભારત સરકાર અને ડીઆરડીઓની મદદથી રાજકોટ પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે તેમજ જસદણ ઉપલેટા અને ધોરાજી ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.



આ પણ વાંચો - રાજ્યમાં સતત બીજા દિવસે સાજા થનાર દર્દીઓ વધ્યા, રેકોર્ડબ્રેક 13021 લોકોએ કોરોનાને માત આપી

તો બીજી તરફ સરકારી તંત્ર દ્વારા જે ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. જે અંગે માધ્યમોમાં કહેવામાં આવી રહ્યું છે કે, સરકારી તંત્ર દ્વારા 38 ખાનગી હોસ્પિટલોને 103 જેટલા મફતમાં આપવામાં આવ્યા છે. જે વેન્ટિલેટર થકી ખાનગી હોસ્પિટલોએ 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે અંગે કલેકટર રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેન્ટિલેટર ની ફાળવણી અંગે ટિકા કરવી હાલના સમયમાં યોગ્ય નથી. ઓક્ટોબર માસમાં સરકારી તંત્ર પાસે 103 જેટલા વેન્ટિલેટર એક્સ્ટ્રા પડ્યા હતા જેના કારણે તેની ફાળવણી કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં હોસ્પિટલોને તાત્કાલિક જરૂર હોય જેના કારણે તેમને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈપણ હોસ્પિટલ વેન્ટિલેટરનો ઓર્ડર કરે છે ત્યારે તે વેન્ટિલેટર મળવા માટે બે મહિનાનો સમય લાગે છે. ત્યારે હોસ્પિટલ સંચાલકોને તાત્કાલિક અસરથી વેન્ટિલેટરની જરૂર હોય તેના માટે સરકારી તંત્ર પાસે પડેલા એક્સ્ટ્રા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી.

કુંદન હોસ્પિટલમાં ચાર જેટલા દર્દીઓના ઓક્સિજનની કમીના કારણે મૃત્યુ નીપજ્યાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા અને તે આદેશ અનુસાર એક તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. જે તપાસ કમિટી દ્વારા હાલ તપાસ ચાલુ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:May 06, 2021, 21:43 pm

ટૉપ ન્યૂઝ