અંકિત પોપટ, રાજકોટઃ સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ નજીક આવેલા ગોંડલના પૂર્ણ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કર્યું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે જ મરણની મોજ માણવાની ઇચ્છા દર્શાવી છે. આ માટે અહીં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો 24મી તારીખે જન્મ દિવસ છે. આ જન્મ દિવસે નિમિત્તે રિબડા ગામ ખાતે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રિબડા ખાતે મરસિયાની મોજ નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલના રિબડા ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના જાણીતા 12 કવિને બોલાવવામાં આવ્યા છે. આ સિવાય 111 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર