Home /News /gujarat /

Gujarat: રાજકોટ: નરેશ પટેલ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચોંકવનારુ નિવેદન, જાણો શું કહ્યુ

Gujarat: રાજકોટ: નરેશ પટેલ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચોંકવનારુ નિવેદન, જાણો શું કહ્યુ

રાજકોટ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી

Gujarat Politics: શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓ હાજર રહ્યા હતા.

રાજકોટ : રાજકોટ (Rajkot) સહિત સમગ્ર દેશભરમાં આજે રંગોના તહેવાર એવા ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય (Rajkot BJP) ખાતે પણ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકબીજાને રંગ લગાવી ધુળેટીનીના પર્વની ઉજવણી કરી હતી. આ તકે મોટી સંખ્યામાં શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધુળેટીના પર્વની સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી.

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હાલ જે અટકળો ચાલી રહી છે. તેને લઈ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકારણમાં પ્રવેશ કરવો કે, કેમ તેમજ કયા પક્ષમાં નરેશ પટેલ જશે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે. પરંતુ મને શ્રદ્ધા છે કે, નરેશભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. નરેશભાઈ પટેલ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં જ આગળ વધશે.

જ્યારે કે બીજી તરફ અરવિંદ રૈયાણી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈપણ આવવા માગતું હોય તેમનું સ્વાગત છે. તેમજ આગામી 2022ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનું છે તેવું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Gujarat Politics: નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે બહું ઝડપથી લેશે નિર્ણય, પત્રકાર પરિષદમાં આપ્યો સંકેત

જ્યારે કે, રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70ના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોતાનો વ્યક્તિગત નિર્ણય લેવાનો સૌ કોઇને અધિકાર છે. નરેશભાઈ ખૂબ જ સમજુ અને હોંશિયાર છે તે યોગ્ય નિર્ણય લેશે મને વિશ્વાસ છે.

આ પણ વાંચો - Holi 2022: સાળંગપુર હનુમાન મંદિરમાં પ્રથમવાર રંગોત્સવ ઉજવાયો, બે હજાર કિલો રંગથી ભક્તો રંગાયા

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ ઇફકોના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણના પ્રવેશ અંગે આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. નરેશ પટેલ છેલ્લા ચાર મહિનાથી કહી રહ્યા છે કે જો મને મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. ત્યારે દિલીપ સંઘાણીએ ગુરૂવારના રોજ મીડિયાના માધ્યમથી પૂછ્યું હતું કે સમાજ કોણ? સમાજ ની વ્યાખ્યા શું? કારણકે લેઉવા પાટીદાર સમાજની સૌથી જૂની સંસ્થાનો હું પ્રમુખ છું. અત્યાર સુધીમાં ક્યારેય પણ નરેશભાઇ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે મારી સાથે ચર્ચા નથી કરી. જો નરેશભાઈ પટેલ મારી સાથે આ બાબતે ચર્ચા કરશે તો હું ચોક્કસ તેમને મારો અભિપ્રાય જણાવીશ.  (આ અંગે વધુ અહીં વાંચો)
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Politics, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર