શરદ પૂનમે ગોધરાની શાળામાં બને છે વિશિષ્ટ પ્રકારનાં દૂધ પૈઆ, દૂર થાય છે દમ અસ્થમા જેવી બીમારી

શરદ પૂનમ, શારદા મંદિર સ્કૂલ, ગોધરા

શરદપૂનમની રાત્રે શારદા મંદિર સ્કૂલ ખાતે સ્વામી પ્રેમદાસ થાલા દરબાર ના સેવકો દ્વારા વિશિષ્ટ દૂધપૌંઆ તૈયાર કરવામાં આવે છે. તે વિશેષ એટલા માટે છે કારણકે તે દૂધ પૌવા માં ચિત્રકૂટ થી દવા બુટી મંગાવવામાં આવે છે

 • Share this:
  ગતરોજ શરદ પૂનમ ની ઉજવણી પંચમહાલ જિલ્લામાં અનેક રીતે જોવા મળી. કેટલીક જગ્યાઓએ હોમ-હવન નવચંડી તથા કેટલીક જગ્યાઓએ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ શરદપૂનમની રાત્રે દૂધ પૌઆ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે ગોધરા શહેરમાં આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સ્થિત સ્વામિ પ્રેમદાસ થાલા દરબારનાં સેવકો દ્વારા અનોખી રીતે શરદપુનમની ઉજવણી કરવામાં આવે છે અને તેનો લાભ લેવા માટે પંચમહાલ જિલ્લાનાં ગામોમાંથી તો ખરા જ પરંતુ દૂર દૂરથી અનેક લોકો આવતા હોય છે.

  દર શરદપૂનમની રાત્રે શારદા મંદિર સ્કૂલ ખાતે સ્વામી પ્રેમદાસ થાલા દરબારનાં સેવકો દ્વારા વિશિષ્ટ દૂધપૌંઆ તૈયાર કરવામાં આવે છે. તે વિશેષ એટલા માટે છે કારણકે તે દૂધ પૌવામાં ચિત્રકૂટથી દવા બુટી મંગાવવામાં આવે છે તે દૂધ પૌવામાં મિશ્રિત કરવામાં આવે છે તેમજ તેમના એક સેવક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે 1971થી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં ચિત્રકૂટની જડીબુટી યુક્ત દૂધ પૌઆને પૂનમની રાત્રે તૈયાર કરી સંપૂર્ણ રાત્રી દરમિયાન ચંદ્રની શીતળતા માં મૂકવામાં આવે છે

  જે બાદ સવારના સૂર્યોદય પહેલાં આ પ્રહરમાં તેનું સેવન કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી કફ દમ તથા અસ્થમા જેવી બીમારીઓ દૂર થાય છે. તેમજ દર વર્ષે અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અગાઉથી પોતાનું નામ લખાવી ને આ દૂધ પૌવા નો લાભ લેવા માટે આવી જતા હોય છે. સવારના 04:00 થી લઇ અને 5:30 સુધીમાં આ દૂધ પૌવા નું સેવન કરવામાં આવે છે અને તેનો લાભ લેવા માટે પંચમહાલ જિલ્લાની આસપાસના તેમજ પંચમહાલ જિલ્લામાં આવેલા અનેક ગામોમાંથી લોકો આવે જ છે

  તેઓના અભિપ્રાય પ્રમાણે ઘણા બધા લોકોને તેનાથી દમ અને અસ્થમા જેવી બીમારીઓમાં રાહત મળી છે. તેમજ શરદપૂનમે અને આવનારી બીજી બે પૂનમ ના દિવસે આ કાર્ય દર વર્ષે કરવામાં આવે છે જેના માટે કોઈપણ પ્રકારનું વળતર કે કાંઈ પણ લેવામાં આવતું નથી. ગોધરામાં છેલ્લા આજથી દસ વર્ષથી ગીરીશભાઈ આ સેવા આપી રહ્યા છે અને તેમની નજર સમક્ષ કેટલાય લોકોને દમ અને અસ્થમા જેવી બીમારીઓ માંથી છુટકારો મળ્યો છે.
  Published by:Margi Pandya
  First published: