રાજકોટ : ઇતિહાસમાં પ્રથમ વખત ગોંડલથી ટ્રેન મારફતે ડુંગળી બિહાર રવાના કરવામા આવી

રાજકોટ : ઇતિહાસમાં પ્રથમ વખત ગોંડલથી ટ્રેન મારફતે ડુંગળી બિહાર રવાના કરવામા આવી
રાજકોટ : ઇતિહાસમાં પ્રથમ વખત ગોંડલથી ટ્રેન મારફતે ડુંગળી બિહાર રવાના કરવામા આવી

21 બોગી એટલે કે અંદાજે 1 હજાર ટન માલ રવાના કરવામાં આવ્યો

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગત વર્ષે સારા વરસાદને લઈ ખેડૂતોને મબલક પાક ઉત્પાદન થયું છે. ગોંડલ યાર્ડમાં દરરોજ વિવિધ જણઓની પુષ્કળ આવકો જોવા મળે છે. હાલ ડુંગળી, ચણા, ધાણા સહિતના પાકોની આવક થવા પામી છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે અન્ય રાજ્યોમાં ડુંગળી મોકલવામાં આવી રહી છે. રાજકોટના ગોંડલથી ટ્રેન મારફત ડુંગળી બિહાર તરફ રવાના કરવા માટે 21 બોગી એટલે કે અંદાજે 1 હજાર ટન માલ રવાના કરવામાં આવ્યો છે.

ગોંડલની કેવિન ટ્રેડિંગ કંપની દ્વારા શ્રી લક્ષ્મી ટ્રેડર્સ બિહારને આ માલ મોકલવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ મરચાં, ધાણા, મસાલાની સીઝન હોઈ માલની પુષ્કળ આવકો છે. વિવિધ પાકોમાં ડુંગળી પણ આવે છે ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળીના માલને બિહાર રવાના કરવામાં આવી રહી છે. ખેડૂતો અને વેપારીને કોઈ અગવડતા પડતી હશે તો તેના માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રેલવે વિભાગને રજુઆત કરવામાં આવશે.આ પણ વાંચો - ધૈર્યરાજને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી આવી અપીલ, જાણો કેટલા રૂપિયા થયા ભેગા

આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વા.ચેરમેન કનકસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે જે રીતે આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલ અને મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકો પણ થઇ છે ત્યારે આ વર્ષે અન્ય રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં ડુંગળીની નિકાસ કરવામાં આવી છે અને તેની પ્રથમ ઘટના ગોંડલથી બની છે કે જેમાં ટ્રેનમાં ડુંગળી બિહાર મોકલવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:March 14, 2021, 23:46 pm

ટૉપ ન્યૂઝ