Home /News /gujarat /

સાચવજો! સિહોરમાં પ્રસંગમાં છાશ પીધા પછી 200 લોકોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલો ભરાઇ ગઇ

સાચવજો! સિહોરમાં પ્રસંગમાં છાશ પીધા પછી 200 લોકોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલો ભરાઇ ગઇ

આરોગ્ય વિભાગ દોડતું થયું

Bhavnagar News: રવિવારની રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે, મુનિ પેંડાવાળાને ત્યાંથી પ્રસંગમાં છાશ મંગાવીને પીધા બાદ ફૂડ પોઝનિંગ થયું છે.

    સિહોર: ભાવનગરના (Bhavnagar) સિહોરમાં ખોરોકી ઝેરની (food Poisoning) ઘટના સામે આવી છે જેમાં 200થી વધુ લોકોને અસર થઇ છે. સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા જેમાં છાશ (buttermilk) પીધા બાદ લોકોન તબિયત બગડી હતી. આ ફૂડ પોઇઝનિંગની અસર સૌથી વધુ બાળકોમાં જોવા મળી હતી. આ લોકોને ઝાડા, ઉલ્ટી થવા લાગતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. રવિવારની રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે, મુનિ પેંડાવાળાને ત્યાંથી પ્રસંગમાં છાશ મંગાવીને પીધા બાદ ફૂડ પોઝનિંગ થયું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી ગઇ હતી અને આ અંગે તપાસ શરૂ કરી હતી.

    આરોગ્ય તંત્ર દોડતું થયું

    સ્થાનિકોનું કહેવું છે કે, આ તમામ પ્રસંગોમાં અહીંના દહીં, દૂધના હોલસેલના વેપારીને ત્યાંથી છાશ લાવવામાં આવી હતી. જે પીધા બાદ આ લોકોને અસર થઇ છે. આ ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. જોકે, આ ખોરાકી ઝેરની અસરમાં કોઇને જાનહાની થઇ હોય તેવી વાત સામે આવી નથી. જેના કારણે તંત્રએ હાશકારો અનુંભવ્યો છે. આ ઘટના બાદ રવિવારે મોડી રાતે સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી અને આરોગ્ય વિભાગ દોડતું થયુ હતુ.

    આરોગ્ય વિભાગ દોડતું થયું


    આ પણ વાંચો: આકાશમાંથી વધુ એક ‘રહસ્યમય’ ગોળો પડ્યો! જાણો આ અંગે શું કહી રહ્યા છે ખગોળશાસ્ત્રી

    સ્થાનિકોમાં રોષ

    ઘટના બાદ સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, પહેલા પણ અહીં ફૂડ પોઝનિંગની ઘટના બની ચૂકી છે. આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું તંત્ર કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ જુએ છે અને પછી જ આ અંગે કોઇ કાર્યવાહી કરશે તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: વડોદરા: 'તું મારી નહીં તો, કોઇની નહીં,' પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને છરી ભોંકી દીધી

    નવસારીમાં પણ ફૂડ પોઝનિંગ

    આ ઉપરાંત નવસારીના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં પણ આવી જ ઘટના બની છે. જેમા રાત્રે ભોજન કર્યા બાદ 31 લોકોને ફૂડ-પોઇઝનિંગ થયું હતું. ભોજન લીધા બાદ લોકોને ઝાડા, ઉલ્ટી થવા લાગતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તમામ લોકોને સારવાર આપવામાં આવી છે. ગામના બે ફળિયામાં 343 જેટલા ઘરના 77 પરિવારોને તાત્કાલિક ક્લોરીનેશન તેમજ જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ભાવનગર

    આગામી સમાચાર