રાજકોટ રેન્જ આઈજીએ રાજકોટ જિલ્લાના ભુમાફિયાઓ- કુખ્યાત આરોપીઓ સામે લાલ આંખ કરી

રાજકોટ રેન્જ આઈજીએ રાજકોટ જિલ્લાના ભુમાફિયાઓ- કુખ્યાત આરોપીઓ સામે લાલ આંખ કરી
રાજકોટ રેન્જ આઈજીએ રાજકોટ જિલ્લાના ભુમાફિયાઓ- કુખ્યાત આરોપીઓ સામે લાલ આંખ કરી

ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેના સાગરીતો સહિત 10 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

  • Share this:
રાજકોટ : રાજકોટ રેન્જ આઈજી દ્વારા જામનગર બાદ હવે રાજકોટ જિલ્લાના ભુમાફિયાઓ અને અન્ય કુખ્યાત આરોપીઓ સામે લાલ આંખ કરી છે. રેન્જ આઈજી સંદિપસિંહે જણાવ્યું હતું કે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેના સાગરીતો સહિત 10 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે.

નિખિલ દોંગા અને તેના સાગરિતોએ ધાકધમકી, જમીન પચાવી પાડવી, હત્યા, હત્યાની કોશિશ સહિત 117 ગુના પોલીસમાં નોંધાયેલા છે. નિખીલ દોંગા હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે. ગુજસીટોક હેઠળ 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં 3 આરોપીઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે, 7ની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ નાસતા ફરતા હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો - બિરીયાનીમાં બોટી ઓછી આપતા ચાકુથી હુમલો, અમદાવાદની હચમચાવનારી ઘટના

આરોપી નિખીલ 19 વખત પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. નિખીલ દોંગા અને તેની ટોળકી દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન હોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય 6 લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે.

19 વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર 14 જેટલા ગુના નોંધાયેલા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ગુજસીટોક હેઠળ 4 ગુના નોંધાયા છે. ગુજસીટોકને લઈને રાજકોટ જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજસીટોકનો કાયદો બન્યા બાદ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 4 જેટલા આ કાયદા હેઠળ ગુના નોંધાયા છે. રાજકોટ રેન્જના 5 જિલ્લામાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ટોળકીને અટકાવવા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર, જિલ્લા, જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ટોળકી વિરૂદ્ધ 117 જેટલા ગુના નોંધાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સંગઠિત ગુના આચરતી ટોળકીને અંકુશમાં લેવા ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે જેની તપાસ જેતપુરના ASP સાગર બાગમાર ચલાવી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:November 12, 2020, 21:49 pm