મોરબી : એપાર્ટમેન્ટના ત્રીજા માળે ભીષણ આગ લાગતા મકાન માલિક જીવતા ભૂંજાઈ ગયો

News18 Gujarati
Updated: January 18, 2020, 12:04 PM IST

વહેલીસવારે લાગેલી આગમાં અશોકભાઈ નામના વ્યક્તિનું મોત, ફાયર બ્રિગેડના સાધનો ટાઇમે ન ચાલ્યા હોવાનો આક્ષેપ

  • Share this:
મોરબી : મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. આજે વહેલીસવારે ઘટેલી ઘટનામાં એક વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાની જાણ થતા જ લાશ્કરો સાથે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે શહેરના વાવડી રોડ વિસ્તારમાં રાધે પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગામાં અશોક ભાઈ નામના મકાન માલિક જીવતા ભૂંજાઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડનો બ્રાઉઝર આગ ઓલાવવા માટે પાણી ફેંકી શક્યો નહોતો અને બીજો બમ્બો આવે તે પહેલાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.

આ પણ વાંચો :  વલસાડ : કસીનો સ્ટાઇલ જુગારધામ ઝડપાયું, પુરૂષ-મહિલાઓ સાથે સાતની ધરપકડ

સ્થાનિકોનો આક્ષેપ

આજની ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ બનાવ બાદ સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇ નું મોત નિપજયય. ઘટના બાદમાં મૃતક અશોકભાઈના પાર્થિવ દેહને પીએમ અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर