Home /News /gujarat /

રાજકોટ: GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટ્યો, એકનું મોત, મહિલા ઇજાગ્રસ્ત

રાજકોટ: GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટ્યો, એકનું મોત, મહિલા ઇજાગ્રસ્ત

રાજકોટની દુકાન

Rajkot news: મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા. CO2નો બાટલો હેરફેર કરતી વખતે આ બ્લાસ્ટ થયો છે.

    રાજકોટ: શહેરના (Rajkot) 150 ફૂટ રિંગરોડ પર આવેલી GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા (fire bottle blast) અફરાતફરીનો માહોલ છવાયો હતો. શિવ ફાયર એન્જિનિયરિંગમાં ફાયર સેફટીની દુકાનમાં ફાયરનો બોટલ અચાનક ફાટ્યો હતો. જેમાં દુકાનના એક કર્મચારીનું કરૂણ મૃત્યું થયુ છે. જ્યારે અન્ય બે મહિલા ઘયાલ થયા છે. ઇજાગ્રસ્ત મહિલાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    આ દુકાન વર્ષો જૂની છે

    હાલ ફાયરની ગાડીઓ આવી ગઇ છે. નોંધનીય છે કે, આ દુકાનમાં કામ કરતા મહેશભાઇનું આ દૂર્ઘટનામાં મોત થયું છે. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, અહીં ફાયરના બોટલો રિપેરિંગમાં આવતા હતા. તેમની અહીં 24 વર્ષથી દુકાન આવેલી છે.

    રાજકોટની દુકાન


    મૃતક દુકાનના મેનેજર હતા

    મળતી માહિતી પ્રમાણે, મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા. CO2નો બાટલો હેરફેર કરતી વખતે આ બ્લાસ્ટ થયો છે. જે બોટલમાં બ્લાસ્ટ થયો તે દુકાનમાં રિફિલિંગ કરવા માટે આવ્યો હતો. CO2ના બાટલા રિફિલ કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે.

    આ પણ વાંચો - Kutch: આવી ટેકનિક જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, 5.75 કિલો ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ

    બે યુવતીઓ સારવાર હેઠળ

    આ દુર્ઘટના ઘટી તે વખતે દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. સર્કલ ફ્રેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું. જ્યારે બે યુવતીના જીવ બચી ગયા છે પરંતુ તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે.

    સ્થાનિકો ભેગા થયા હતા


    આ દૂર્ઘટના થતા ધડાકાનો અવાજ સાંભળીને જ આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલ બ્લાસ્ટ કયા કારણસર થયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.



    પ્રચંડ વિસ્ફોટમાં પિતા-પુત્રનું મોત થયુ હતુ

    ગત સપ્ટેમ્બર મહિનામાં પણ આવી એક ગોઝારી દુર્ઘટના ઘટી હતી. ઉપલેટામાં કટલેરી બજારમાં ભંગારના ડેલામાં પ્રચંડ વિસ્ફોટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થઈ હોવાની ઘટના સામે આવી હતી.જેથી બજારમાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંનેના મૃતેદહ હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગેસના બાટલાથી ભંગારનું કટિંગ કરતા બાટલો ફાટ્યો હતો, જેના કારણે પિતા-પુત્રના શરીરના કુરચે-કુરચા ઉડતા ઘટનાસ્તળે જ મોત નીપજ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    આગામી સમાચાર