મોરબી : સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ

મોરબી : સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ
મોરબી : સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ

મોરબીમાં સ્પા ના ધંધા અર્થે આવેલી યુવતીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની હાલ આશંકા સેવાઇ રહી છે

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબીમાં યુવતીઓની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી બાદ માથાકૂટ થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

  વાયરલ થયેલા વીડિયોમાં સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતી જોવા મળે છે. વીડિયોમાં મારી મારી કરી રહેલી યુવતીઓને કેટલાક યુવકો છોડાવતા પણ જોવા મળે છે. આ વીડિયો મોરબીના સાંમાકાંઠાના મહેન્દ્ર નગર ચોકડી નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો - રાજકોટના બાળકે પીએમ મોદીને કહ્યું- ગુજરાત આવો ત્યારે તમારી સાથે જલેબી-ગાંઠિયા ખાવા છે

  મોરબીમાં સ્પા ના ધંધા અર્થે આવેલી યુવતીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની હાલ આશંકા સેવાઇ રહી છે. મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા દ્વારા આ વીડિયો બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વાયરલ વીડિયો એક સપ્તાહ પૂર્વનો હોવાનું બહાર આવ્યું છે. બી ડિવિઝન પોલીસે અટકાયતી પગલાં લઈ કાર્યવાહી કરી નાખી છે.
  Published by:Ashish Goyal
  First published:January 25, 2021, 19:19 pm

  ટૉપ ન્યૂઝ