રાજકોટ: પ્રેમ પ્રકરણમાં બે યુવતી અને બે યુવક વચ્ચે જાહેરમાં મારામારી, Live Video થયો વાયરલ

મારામારીના લાઇવ દ્રશ્યો.

Rajkot scuffle live video: રાજકોટ શહેરના પારેવડી ચોક નજીક આવેલા કેસરી હિન્દ પુલ (Keser-e-hind bridge) પાસે બે યુવતીઓ અને બે યુવકો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city) આમ તો રંગીલા શહેર તરીકે જાણીતું છે, છતાં અવારનવાર ગુનાહિત કૃત્યના કારણે રંગીલું રાજકોટ ચર્ચાના એરણે ચડતું હોય છે. રાજકોટ શહેરમાં સરાજાહેર મારામારીનો એક બનાવ સામે આવ્યો છે. બનાવમાં બે યુવતીઓ એકબીજા સાથે મારામારી કરી રહી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બીજી તરફ બે યુવકો એકબીજા સાથે મારામારી (Scuffle between two girls and boys) કરી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. સમગ્ર મામલે ફરજ પર હાજર રહેલા ટ્રાફિક પોલીસ (Traffic police)ના જવાનો અને ટ્રાફિક વોર્ડને બંને યુવકો અને યુવતીઓને છૂટા પાડ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પારેવડી ચોક નજીક આવેલા કેસરી હિન્દ પુલ (Keser-e-hind bridge) પાસે બે યુવતીઓ અને બે યુવકો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. લાઈવ મારામારીના દ્રશ્યો કોઈક પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ લાઈવ મારામારી (Live video of scuffle) થતી હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વીજળી વેગે ફેલાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: 'મજા આવી?' રાજકોટમાં બીજેપીના યુવા નેતા વીડિયો કૉલ કરી કપડાં ઉતારતી 'સુંદરી'ની ઝપટે ચઢી ગયા!

વીડિયોમાં જમણી તરફ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બ્લેક કલરનો શર્ટ પહેરેલી વ્યક્તિ અને પીળા કલરનું ટી-શર્ટ પહેરેલી વ્યક્તિ વચ્ચે હાથાપાઈ થાય છે. જ્યારે ફરજ પરના ટ્રાફિક વોર્ડન ઝઘડી રહેલી બંને યુવાનોને છોડાવવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ ડાબી બાજુ પીળા કલરનો ડ્રેસ પહેરેલી યુવતી તેમજ ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલી યુવતીઓ માથાના વાળ પકડી એકબીજા સાથે હાથાપાઈ કરે છે. ફરજ પર હાજર રહેલા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બંને યુવતીઓને એકબીજાથી દૂર ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોઈ શકાય છે.ચર્ચાતી વાતો મુજબ મારામારીનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ જાણવા જોગ ફરિયાદ દાખલ નથી થઈ. લાઈવ મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થાય છે કે કેમ તે જોવું મહત્ત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published: