Home /News /gujarat /

રાજકોટ: મહિલા કારચાલકે યુવાનને લીધો અડફેટે, જુઓ અકસ્માતના live CCTV

રાજકોટ: મહિલા કારચાલકે યુવાનને લીધો અડફેટે, જુઓ અકસ્માતના live CCTV

સીસીટીવીમાંથી લીધેલી તસવીર

Rajkot News: સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, યુવાન રોડની એક તરફ ચાલ્યો જાય છે ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારે છે

રાજકોટ: શહેરમાં (Rajkot) એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના (Rajkot accident CCTV) રેસકોર્ષ રીંગ રોડ પર બિગ બાઇટ હોટલ નજીક પુરપાટ ઝડપે આવતી એક કારે રાહદારી ને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. રાહદારી ને અડફેટે લેવાને કારણે તેને ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે મહિલા કારચાલક અને પોતાની ભૂલનું ધ્યાન પડતાની સાથે તેને ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે ખસેડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)  થતાં હાલ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર સોમવારે 06:24 વાગ્યાના અરસામાં એક યુવાન રસ્તા પર જઈ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક મહિલા પુરપાટ ઝડપે કાર ચલાવતી નજરે પડી રહી છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, યુવાન રોડની એક તરફ ચાલ્યો જાય છે ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારે છે.  જેના કારણે યુવાન ઈજાગ્રસ્ત પણ થાય છે.

આ પણ વાંચો - રાજકોટ : સિંહ કૂતરાની દોસ્તીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

તો બીજી તરફ સાઈડમાં પાર્ક કરેલા વાહનોની પણ કાર અડફેટે લે છે જેના કારણે ત્રણ થી ચાર જેટલા વાહનોમાં નુકસાન પણ પહોંચે છે. મહિલા કારચાલકને પોતાની બેદરકારીનું ભાન થતા તેને ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ હજુ આ મામલે કોઇપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આપણે ત્યાં હિટ એન્ડ રનના અનેક બનાવો અવારનવાર સામે આવે છે. અજાણી વ્યક્તિને અડફેટે લીધા બાદ પોતાનો જીવ બચાવવા અને અજાણી વ્યક્તિને મરવા માટે અનેક વાહનચાલકો રસ્તા પર મૂકી ફરાર થઈ જતા હોય છે. ક્યારેક ઇજાગ્રસ્ત વ્યક્તિને જો સમયસર સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવે તેનો જીવ પણ બચી જતો હોય છે. પરંતુ મોટાભાગે લોકો પોતાનો જીવ બચાવવા ઘટના સ્થળેથી નાસી જતા હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Accident CCTV, કાર અકસ્માત, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર