Home /News /gujarat /દ્વારકા: સગા બાપે જ પોતાની સગીર દીકરીને કર્યા શારીરિક અડપલાં, નિકાહ કરવાની કરી જીદ
દ્વારકા: સગા બાપે જ પોતાની સગીર દીકરીને કર્યા શારીરિક અડપલાં, નિકાહ કરવાની કરી જીદ
યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ. (પ્રતીકાત્મક તસવીર)
Dwarka News: દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર વિસ્તારની જ્યાં એક દારૂના નશામાં ચૂર અને વાસનામાં અંધ બનેલા પિતાએ પોતાની જ 12 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી
મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા: કળિયુગ છે માનવામાં ના આવે તેવી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આવીજ ના માનવામાં આવે તેવી સંબંધોને શર્મસાર કરતી ઘટના વાડીનાર ગામમાંથી સામે આવી છે. 'ફકીરમામદ હુસેન સુંભણીયા' નામના પિતાએ પોતાની જ સગી પુત્રી સાથે શારીરિક અડપલાં કરી નિકાહ કરવાની જીદ કરતી ઘટનાએ પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને લાંછન લગાવી દીધું છે. હાલ આ ઘટનાએ આખા પંથકમાં હાહાકાર મચાવી દીધો છે.
પિતાએ 12 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી
પિતા-પુત્રીનો સબંધ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે, દીકરીને મા કરતા બાપ વધારે વહાલો હોય છે. પરંતુ આ ઘટના સાંભળશો તો સભ્ય સમાજમાં આ નરાધમ વિરુદ્ધ ફિટકારની લાગણી વરસસે. દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર વિસ્તારની જ્યાં એક દારૂના નશામાં ચૂર અને વાસનામાં અંધ બનેલા પિતાએ પોતાની જ 12 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી. પોતાની જ સગીર વયની પુત્રીને શારીરિક અડપલાં પણ કર્યા. વાત અહીંથી અટકતી નથી આ નરાધમ દારૂના નશામાં ચકચૂર થઈ પોતાની જ પુત્રી સાથે નિકાહ કરવાની વાત ઉચ્ચારતા માતા અને પુત્રી માટે આભ ફાટયા જેવી સ્થિતિ થઈ.
માતાએ દાખવી હિંમત
છેલ્લા બે- ત્રણ માસમાં આ અગાઉ પણ આ નરાધમ પિતાએ હેવાનીયત આદરી બાળકી સાથે અડપલાં કરી નિકાહની વાત ઉચ્ચારી હતી. આખરે માતાએ હિંમત દાખવી સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી છે. નરાધમ પિતાને સબક શીખડાવવા આખરે માતા -પુત્રીએ વાડીનાર પોલીસ મથકે આ અંગેની ફરિૉયાદ નોંધાવી છે.
ખંભાળિયા, ડી.વાય.એસ.પી., નીલમ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, વાડીનારમાં બનેલી અત્યંત ધૃણાસ્પદ આ ઘટનાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. સમગ્ર વિગતો સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી સગી પુત્રી સાથે અડપલાં અને નિકાહની વાત માત્રથી સભ્ય સમાજ હચમચી ઉઠ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ફરાર થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર