Home /News /gujarat /

રાજકોટ : દીકરાઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું કર્યુ આયોજન, પૂર્ણાહિતિના દિવસે જ પિતાએ પણ છોડ્યો દેહ

રાજકોટ : દીકરાઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું કર્યુ આયોજન, પૂર્ણાહિતિના દિવસે જ પિતાએ પણ છોડ્યો દેહ

પિતાની ફાઇલ તસવીર

Rajkot News: પિતાએ સપ્તાહના પૂર્ણાહુતિના દિવસે પરિવારજનોને કહ્યું હતું કે, મારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે. 

રાજકોટ: આપણે ત્યાં સામાન્યતઃ ભાગવત સપ્તાહ નું આયોજન પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવતો હોય છે. ત્યારે રાજકોટ (Rajkot news)જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મોટાસખપુર ગામે એક પિતાએ પોતાના બે પુત્રો ના આત્માના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું (Bhagwat Saptah) આયોજન કર્યું હતું. ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ ના દિવસે જ પિતાએ અનંતની વાટ પકડી લીધી હોવાનું સામે આવ્યું છે. પુર્ણાહુતીના અંતિમ દિવસે દેહ છોડનાર પરિવારના મોભી વિઠ્ઠલભાઈ રામાણી એ કહ્યું હતું કે, મારી મનોકામના પૂર્ણ થઈ છે.

એક બાપ માટે મૃતક પુત્રના દેહને કાંધ આપવી તેના અંતિમ સંસ્કાર કરવા બંને ખૂબ જ દુઃખદ બાબત છે. જેની પીડા સહન કરવી બાપ માટે ખૂબ જ અસહ્ય હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શંખલપુર ગામે રહેતા વિઠ્ઠલભાઈ રામાણીના એક પુત્રનું 16 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે કે 35 વર્ષના પુત્રને કોરોના થવાથી તેનું પણ મૃત્યુ નીપજયું હતું.

વિઠ્ઠલભાઈ રામાણી ત્રણ દીકરા અને એક દીકરીના પિતા છે. જે પૈકી હાલ હવે એક દીકરો અને એક દીકરી જ સંતાનમાં બાકી બચ્યાં છે. ત્યારે બંને પુત્રોના આત્માના મોક્ષાર્થે પિતાને શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાનો વિચાર આવ્યો હતો. ચૈત્ર માસમાં સામાન્ય રીતે પિતૃ પાછળ ધાર્મિક કાર્યો કરવાની પરંપરા આપણે ત્યાં ચાલી આવે છે.

આ પણ વાંચો - રાજકોટ: ચાર વર્ષના દીકરાએ અચાનક ટ્રેક્ટર ચાલુ કરી દેતા કુવામાં ખાબક્યો, થયુ મોત

ત્યારે ગઈકાલે જ પૂર્ણ થનાર ચૈત્ર માસમાં વિઠ્ઠલભાઈ રામાણી દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહના અંતિમ દિવસે વિઠ્ઠલભાઈ રામાણી એ કહ્યું હતું કે, મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. ત્યારબાદ વિઠ્ઠલભાઈ રામાણીએ અનંતની વાટ પકડી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - Jamnagar: આ ખેડૂતના ઘરે વહે છે મધની નદીઓ, વર્ષે 4 હજાર કિલો મધનું કરે છે ઉત્પાદન

ઉલ્લેખનીય છે કે,શ્રીમદ ભાગવત મહાપુરાણ શરૂઆત પરીક્ષિત રાજા થી થઈ હતી. પરીક્ષિત રાજા પાસે જ્યારે માત્ર સાત દિવસનો જ સમય બાકી બચ્યો હતો. પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો હતો કે તક્ષક નામના નાગના દંશથી તેમનું મૃત્યુ થશે. ત્યારે પોતાની પાસે બાકી રહેલો સમય તેમણે પોતાના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ ના શ્રવણ દ્વારા વ્યતિત કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર