Home /News /gujarat /

કચ્છી સક્કરટેટીની વધતી માંગ વચ્ચે આ વર્ષે મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો સારા ભાવ મેળવવા આશાસ્પદ

કચ્છી સક્કરટેટીની વધતી માંગ વચ્ચે આ વર્ષે મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો સારા ભાવ મેળવવા આશાસ્પદ

કચ્છી

કચ્છી સક્કરટેટી

Kutch News : ભુજ તાલુકાના પદ્ધર, લાખોંદ, કાળી તલાવડી સહિત ગામોના ડુંગરાળ વિસ્તારમાં કચ્છના કિસાનોએ સકકરટેટીની ખેતી કરી છે અને એકર દીઠ 10 થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે

    Kutch News : કચ્છના ખેડૂતો બાગાયતી ખેતીમાં (Kutch Hotriculture) દાડમ, આંબા, જામફળ, ખારેક, ડ્રેગન ફ્રૂટ જેવા પાકોની ખેતી કરી સારા પ્રમાણમાં આવક મેળવી રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત કચ્છના ખેડૂતો (Kutch Farmers) મગફળી, એરંડા, કપાસ જેવા પાકોને છોડી બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે છેલ્લા થોડા વર્ષોથી સક્કરટેટીની ખેતી (Kutchi Musk Melon) તરફ પણ અનેક ખેડૂતો વળ્યા છે. ભુજ તાલુકાના પદ્ધર, લાખોંદ, કાળી તલાવડી સહિત ગામોના ડુંગરાળ વિસ્તારમાં કચ્છના કિસાનોએ સકકરટેટીની ખેતી કરી છે અને એકર દીઠ 10 થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે.

    કાળી તલાવડીમાં પોતાની વાડીમાં સક્કરટેટીનું વાવેતર કરનારા રાજેશભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, સક્કરટેટીનું વાવેતર ઠંડીનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે ડિસેમ્બર મહિનાના અંતમાં કરવામાં આવે છે. વાવેતર સમયે પાયામાં છાણીયું ખાતર નાખવામાં આવે છે ઉપરાંત DAP નો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પછી પેક કરીને મિલચિંગ કરવામાં આવે છે. મિલ્ચિંગ કરવાથી પાકમાં ભેજનું વાતાવરણ જળવાઈ રહે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.

    આ પણ વાંચો - કચ્છ: માનવ કલ્યાણ માટે જીવનભર સાંકળથી બંધાયેલા રહેશે સંત

    સક્કરટેટીનું વાવતેર થયા બાદ અઢીથી ત્રણ મહિને તે પાકે છે અને તે દરમિયાન ટપક પદ્ધતિ દ્વારા ગૌમુત્ર પણ આપવામાં આવે છે. ગરમીનો પારો વધે તેમ ફૂગ અથવા રોગનાં કારણે પાક બગડી શકે છે ત્યારે સમયસર દવાનો છંટકાવ કરવો જરૂરી હોય છે.આ પાકને ડુંગરાળ અને રેતાળ જમીન ચાલે છે. એક એકર દીઠ 400 થી 500 ગ્રામ બિયારણનું વાવેતર કરાય છે અને સમયસર પાણી અપાય તો એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી શકાય છે તેવું તલાવડીના રાજેશભાઈ બરાડીયા જણાવ્યું હતું.

    વધુમાં રાજેશભાઈ બરાડીયા જણાવ્યું હતું કે આ વર્ષે સ્થાનિક બજારમાં ભાવ આ વખતે સારા મળશે તેવી આશા છે આ ઉપરાંત તેમના દ્વારા સકકરટેટી ડીસા, સુરત,વલસાડ, અમદાવાદ અને મુંબઈ જેવા જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાં પણ મોકલવામાં આવી રહ્યા છે અને આ વખતે કિલોદીઠ 20 થી 25 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે.
    First published:

    Tags: Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन