જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા મળશે : રૂપાણી

News18 Gujarati
Updated: November 3, 2019, 1:10 PM IST
જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા મળશે : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર

પાક વીમો અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં (Gujarat) 'મહા' વાવાઝોડા (Cyclone Maha)ની અસરના કારણે કમોસમી (Unseasonal) વરસાદ વરસ્યો છે. આ મામલે રાજ્યમાં ખેડૂતો (Farmers)ને પારવાર નુકસાની થઈ છે. રાજ્યમાં માવઠાના કારણે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાની થતાં ખેડૂતો પાયમાલ થયા છે. આ સ્થિતિમાં પાક વીમા માટે નોંધણી પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ નિવેદન આપ્યું છે કે 'જે ખેડૂતોએ પાક વીમોન નહીં લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા કરવામાં આવશે.'

મોરબી ખાતે એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ' સરકાર દિલ્હી સ્થિત વીમા કંપનીઓના સંપર્કમાં છે. પાક વીમા માટે ટોલ ફ્રી નંબર બંધ હોવાની ફરિયાદો હતી. સરકારે સરવેના અને સહાયના આદેશો આપ્યા છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના નૉર્મ્સ મુજબ તેમને સહાયતા ચુકવવામાં આવશે.”

આ પણ વાંચો : 6 નવેમ્બરે વાવાઝોડું 'મહા' દીવ-દ્વારકા વચ્ચે ટકરાશે, 100-110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે. વીમા કંપનીને (Insurance company) સરકારે ત્રણ દિવસથી સૂચના આપી છે. આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો (Crop insurance) લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સરાય મળશે.

આ પણ વાંચો :  સરકારનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવની ખરીદી 15 નવેમ્બર સુધી મોકૂફ

ટેકાના ભાવે ખરીદી મોકૂફ
એક તરફ 'મહા' વાવાઝોડાનો ખતરો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વર્તાઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ માવઠાના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતમાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલું હતી જે 15 નવેમ્બર 2019 સુધી બંધ રાખવામાં આવી છે.
First published: November 3, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading