“રસ્તા પર શાકભાજી ફેંકવા અમનેય ગમતા નથી પણ હવે સહન નથી થતું એટલે આ કરવુ પડ્યું”

News18 Gujarati
Updated: June 8, 2018, 9:05 PM IST
“રસ્તા પર શાકભાજી ફેંકવા અમનેય ગમતા નથી પણ હવે સહન નથી થતું એટલે આ કરવુ પડ્યું”

  • Share this:
દેશભરમાં વિવિધ રાજ્યોમાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને, તેમની ખેત પેદાશોને પોષણક્ષમ ભાવો મળતી નથી એનો વિરોધ કરવા માટે શાકભાજી અને દૂધને રસ્તા પર ઢોળી તેનો વિરોધ કરી રહ્યાં છે. દેશમાં ખેડૂતોની કેવી વિકટ પરિસ્થિતિ હશે કે, ખેડૂતોએ પરસેવો પાડી પકવેલી ઉપજને રસ્તા પર ફેંકવી પડી રહી છે આ વાત જે ખેતી કરે તેને જ ખબર પડે.

ન્યૂઝ18 ગુજરાતીએ તેના ફેસબૂક પેજ પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં એવ સવાલ પુછવામાં આવ્યો હતો.

એક તરફ દેશમાં લોકો ભૂખે મરે છે અને બીજી તરફ ખેડૂતો તેમના શાકભાજી-દૂધ રસ્તા પર ઢોળી વિરોધ કરે છે. વિરોધ કરવાની આ રીત કેટલી યોગ્ય ?”

આ સવાલનાં જવાબમાં અનેક લોકોએ તેમના મંતવ્યો આપ્યા. યુવાનો અને ખેડૂતોએ તેમની વેદના પણ વ્યક્ત કરી.

 ભાવેશ રૂપારેલીયાએ ન્યૂઝ18 ગુજરાતીના ફેસબુક પેજ પર લખ્યુ કે, હું પણ ખેડૂત છું. પોષણ ક્ષમ ભાવ મળતા નથી. એટલે આ બધુ થાય છે. આ આંદોલનની જરૂર એટલે પડી કે, બધાને એમ જ છે કે, ખેડૂતને બહુ સારુ છે. ખેતીમાંથી ઘર ખર્ચ પણ નીકળતો નથી. જો આવી સ્થિતિ હોય તો તમે જ કહો, ખેડૂતોએ શું કરવુ જોઇએ ?”

ભાવેશ રૂપારેલિયાની વાતમાં સુર પુરાવતા પટેલ રિતેશ લખે છે કે, ખેડૂતો પોતાનો હક માંગે છે. પોતાના પરસેવાની કમાણી રસ્તા ઉપર એમ જ ફેકતા હશે? એક વાર એમના ઘર અને વાડી એ જાવ તો ખબર પઙે મીડિયા હોય કે સરકાર, ખેડૂતો માટે કોઇ નથી.

સુરેશભાઇ નાકરાણીએ આ વિશે લખ્યુ કે, ખેડૂતોએ આ મુદ્દે ભારત બંધ કર્યુ હોત કે, રસ્તા રોકો આંદોલન કર્યુ હોત તો પણ લોકોને એ આંદોલન અયોગ્ય જ લાગત. ભાવ ન મળવાથી ખેડૂતો ખેતરમાં જ ડૂંગળી, ટમેટાં, બટાટાનો નાશ કરે છે. શું આ ખેડૂતોને ગમતુ હોય છે ?”


સંજય ઠાકોરે કહ્યું કે, હું પોતે ખેડૂત છું. અમે રાત દિવસ મહેનત કરીએ છીએ. પણ અમને પુરતા ભાવ મળતા નથી  પણ દલાલો એમાંથી કમાય છે. અમારી મહેનતનુ ફળ દલાલો લઇ જાય છે.  


ખેડૂતોના આંદોલન મામલે અનેક લોકોએ તેમના મંતવ્યો ન્યૂઝ18 ગુજરાતીના ફેસબૂક પેજ પર રજૂ કર્યા અને જગતનાં તાતની વેદના વ્યક્ત કરી.


વિજય ડાભીએ અન્ય એક મુદ્દા વિશે ધ્યાન દોરતા કહ્યું કે, ખેડૂતો ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ્સ નો બેફામ ઉપયોગ કરે છે. આના લીધે આજે હોસ્પિટલો ઉભરાય રહી છેઆજે માતાના ધાવણમા પણ ઝેરનો ભાગ મળ્યો છે ત્યારે લોકો સસ્તું ખાવાની કુટેવ નહિ છોડે તો એક દિવસ આપણા ગુજરાતમાં પણ પંજાબની જેમ કેન્સર માટે ટ્રેન દોડાવવી પડશે એવા દિવસો દૂર નથીખેડૂતો ઓર્ગેનિક પાક લે છે તેમાં મહેનત માંગી લે છે અને એ મોંઘો હોય એટલે કોઈને ખરીદવું જ નથી


જોકે, કેટલાક લોકોએ એમ કહ્યું કે, અમારી સંવેદના ખેડૂતો સાથે છે. પણ શાકભાજી અને દૂધ રસ્તા પર ફેંકી દેવા એ યોગ્ય નથી.

First published: June 8, 2018, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading