Home /News /gujarat /

Kutch : ખેડૂતોને વીજ પુરવઠાના અભાવે ખરીફ પાકમાં નુકસાનની ભીતિ, પીજીવીસીએલ મૌન

Kutch : ખેડૂતોને વીજ પુરવઠાના અભાવે ખરીફ પાકમાં નુકસાનની ભીતિ, પીજીવીસીએલ મૌન

આઠ

આઠ કલાકના વાયદા સામે ખેડૂતોને મળે છે માત્ર ચારથી પાંચ કલાક વીજળી

એક તરફ સરકાર આઠ કલાક વીજળી આપવાની અને કિસાન સૂર્યોદય યોજનાની પ્રસિધહી કરી રહી છે બીજી તરફ ખેડૂતો અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન છે પણ છતાંય પીજીવીસીએલ ચુપ્પી સેવે છે

    Dhairya Gajara, Kutch: ચોમાસું બેસતા જ કચ્છભરમાં ખેડૂતોએ ખરીફ પાકના (Kutch Kharif Crops) વાવેતરની શરૂઆત કરી છે. વરસાદ નિયમિતપણે શરૂ થાય તે પહેલાં વાવેતરને ટેકો આપવા ખેડૂતો મોટર વડે પાકને પાણી આપતા હોય છે. પણ પૂરતી વીજળીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં (Kutch Agriculture) મુકાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાના વાયદા સામે કચ્છમાં ખેડૂતોને માત્ર ચારથી પાંચ કલાક વીજળી (Agriculture Electricity) મળી રહી છે અને તેમાં પણ કપાત થતી હોવાનું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. અપૂરતા વીજ પુરવઠાના કારણે ખેડૂતોને ચોમાસાની વાવણીમાં (Monsoon Crops) તકલીફ પડી રહી છે ત્યારે પૂરતી વીજળી આપવામાં આવે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

    કચ્છમાં ચોમાસું બેસતા જ ખેડૂતોએ મગફળી, કપાસ, ઘાસચારા અને અન્ય ખરીફ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. કચ્છમાં આ વર્ષે 61,616 હેક્ટરમાં ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. પણ ખેડૂતોને અપૂરતી વીજળીના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા મહિના પહેલા સમગ્ર ગુજરાતમાં અપૂરતા વીજળીને લઈ ખેડૂતો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો પંરતુ કચ્છમાં હજુ પણ ખેડૂતોને માત્ર ચારથી લાંચ કલાક વીજળી મળી રહી છે.

    એક તરફ રાજ્ય સરકાર વીજળીને લઈને પ્રચાર કરે છે કે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે પંરતુ ખેડૂતો માટે વીજ ધાંધિયા હવે સામાન્ય બની ગયા છે. આઠ કલાકની બદલે માત્ર ચારથી લાંચ કલાક વીજળી આપવામાં આવી રહી છે. અને તેમાં પણ કટકે કટકે વીજળી અપાતા ખેડૂતોને મોટર બળી જવા જેવા નુકસાન પણ થઈ રહ્યા છે.

    કચ્છ જિલ્લામાં વરસાદનો પ્રમાણ પણ ખુબજ ઓછો હોય છે અને કચ્છના ખેડૂતો બોર આધારિત ખેતી ઉપર નિર્ભર છે પરંતુ આ અપૂરતા વીજળીને લાઈન ખેડૂતો પરેશાન છે અને જો આવીજ પરિસ્થિતિ રહી તો કચ્છમાં ખેડૂતો એ વાવેલા ચોમાસાં પાકને મોટું નુકશાની જવાની ભીતિ હાલ જોવા મળી રહી છે. સરકારે આપેલા ખેડૂતોને પોતાના વચનો પૂરા કરે ને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવે તેવી કચ્છના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

    બીજી તરફ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવા પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોને દિવસના સમયે વીજળી આપવાની આ યોજના કચ્છમાં જોરે શોરે શરૂ કરવામાં આવી હતી પણ શરૂઆતની સાથે જ જાણે તેનો અંત આવી ગયો હોય તેમ તેની કામગીરીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કચ્છભરમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જો દિવસના સમયે વીજળી આપવામાં આવે તો તેમને રાત્રીના સમયે કામ કરવાની મુશ્કેલીઓમાંથી છુટકારો મળે.

    આ પણ વાંચોKutch: ભરચોમાસે પાણી માટે વલખાં મારી રહ્યું છે આ ગામ, વિરડાઓમાંથી વાટકી ભરી મેલું પાણી પીવા મજબૂર

    ખેડૂતોની ફરિયાદને પ્રત્યક્ષ નિહાળ્યા બાદ પીજીવીસીએલ ખાતે જ્યારે આ સમસ્યા લઈને પહોંચ્યા ત્યારે સારી કામગીરી માટે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતા અધિકારીઓએ વીજ તંત્રના કામમાં રહેતી કચાશ મુદ્દે કેમેરા સામે આવવા પસંદ કર્યું ન હતું. કચ્છભરમાં ઠેરઠેર ખેડૂતો અપૂરતા વીજ પુરવઠાની ફરિયાદ કરી રહ્યા છે બીજી તરફ સરકાર આઠ કલાક વીજળી આપવાની અને કિસાન સૂર્યોદય યોજનાના લાભની પ્રસિદ્ધિ કરી રહી છે. પણ પાણી માટે તરસતા કચ્છમાં તો હવે વરસાદની સાથે ખેડૂતો વીજળીની પણ રાહ જોઈ પોતાના દિવસો કાઢી રહ્યા છે. તો બીજી કોર જાણે કિસાન સૂર્યોદય યોજનાના ઉદય સાથે જ તેનું અસ્ત થઈ ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે.
    First published:

    Tags: Kutch Latest News, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन