રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું

રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું
રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું

ઘણી બધી કંપનીઓમાંથી ભીમજીભાઈને ઓફર આવેલ છે પણ તેમને કોઈની નીચે કામ ન કરવાનું પસંદ નથી

  • Share this:
રાજકોટ : કહેવાય છે કે સમયનો સદુપયોગ કરવો જોઈએ અને અથાગ પરિશ્રમનું પરિણામ ખુબ સારું આવે છે. આવી કહેવતને એક ખેડૂતે સાચી પાડી છે. વાત છે. રાજકોટના મોવૈયા ગામમાં રહેતા ખેડૂત ભીમજીભાઈ આમતો ફક્ત 10 પાસ છે પણ તેમનો મગજ એન્જિનિયરને પણ ટક્કર મારે તેવું છે. ભીમજીભાઈ ગામમાં ખેડૂત કરતા એન્જિનિયરની છાપ વધુ ધરાવે છે, તે કાંઈક નવું કરવા માટે જાણીતા છે. હાલમાં જે રીતે લૉકડાઉન ચાલી રહ્યું હતું જેનો સદુપયોગ કરી ભીમજીભાઈએ એક મહિનાની મહેનત બાદ મીની ટ્રેકટર કરતા પણ નાનું એક અનોખું અલ્ટ્રા-મીની ટ્રેકટર બનાવ્યું છે.

આ પહેલા પણ ભીમજીભાઈએ પલ્સર બાઈકમાં એન્જીન ફીટ કરીને અલગ બાઈક બનાવ્યું હતું, જેમાં 120 kmpl/Ltrની એવરેજ વાળું ડીઝલ બાઈક બનાવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે જે ટ્રેક્ટર બનાવ્યું છે તેમાં સામાન્ય ટ્રેક્ટર કરતા અનેક નવા ફેરફાર કર્યા છે જેમાં ગીયર બોક્સથી માંડીને એન્જીન પણ જનરેટરનું ફીટ કર્યું છે હવે આ એન્જીન પાણી ઉપાડવા માટેના પંપમાં ફીટ કરીને ખેતીમાં પિયતની સીઝનમાં તેનો ઉપયોગ પાણી ઉપાડવાના પંપ તરીકે પણ કરે છે.

આ પણ વાંચો - કૉંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, પેટાચૂંટણીમાં ટિકિટ નક્કી, બેની 'ઘર વાપસી'

કઈ રીતે ઓપરેટ થાય છે આ ટ્રેક્ટર

- આ ટ્રેકટરને રિક્ષાની જેમ દોરડા વડે સ્ટાર્ટ કરે છે.

- લીટર ડીઝલની અંદર લગભગ 10 વીઘા થી પણ વધુ જમીન ખેડી સકે છે.

- અનોખી વાત એ છે કે બુલેટમાં ગિયર રીવર્સ હોય પણ ભીમજીભાઈની સુઝબુઝથી ગિયરમા ફેરફાર કરીને આ ટ્રેકટરને રીવર્સ પણ ચલાવી શકાય છે.

- વેસ્ટમાંથી બેસ્ટ સ્કૂટરના જુના પડેલા ટાયર ટ્રેક્ટરમાં ફીટ કર્યા

જ્યાં મોટા ટ્રેકટર જે કામ ના આપે ત્યાં આ અલ્ટ્રા મીની ટ્રેકટર કામ આવે

આ ટ્રેક્ટર ભીમજીભાઈએ પોતાના પર્સનલ ઉપયોગ માટે બનાવેલ છે વેચાણ માટે નહીં. ઘણી બધી કંપનીઓમાંથી ભીમજીભાઈને ઓફર આવેલ છે પણ તેમને કોઈની નીચે કામ ન કરવાનું પસંદ નથી. પોતાની રીતે તટસ્થ રહીને આગળ વધવાનું આ ખેડૂતનો નિર્ધાર છે. ભીમજીભાઈનું કહેવું છે કે, જે વસ્તુ તે એક વાર વિચારી લે પછી ગમે તેવી મુશ્કેલી પડે છતાં પણ અડગ રહીને પણ તેને પાપ્ત કરે છે. ખાલી ટેકનોલોજી પ્રત્યે જ લગાવ નહીં પરંતુ અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ પુરતોરસ દાખવે છે. ઘણી બધી કથાઓમાં તેમણે સબરી, ભીલ અને હનુમાન જેવા અનેક પાત્રો ભજવેલ છે અને કોઈ પણ સ્ટેજ પર લોક ગીતો અને ગરબા ગાવાનો મોકો પણ ક્યારેય છોડતા નથી.

ઉલ્લેખનીય છે કે આમ તો ભીમજીભાઈને પોતાના ગામ મોવૈયામાં એક એન્જિનિયર જ માનવામાં આવે છે. 10 ચોપડી પણ અભ્યાસ કર્યો નથી તેમ છતાં નવરાત્રી દરમિયાન ગરબીનો આખો મંડપ રીવોલ્વીંગ બનાવ્યો હતો. આવી અનેક પ્રેરણા રૂપ કામગીરી બદલ લોકો તેમને સાહજીકતાથી વધાવે છે.
Published by:Ashish Goyal
First published:June 27, 2020, 16:29 pm

ટૉપ ન્યૂઝ