Home /News /gujarat /

કાલાવડના ખેડૂતોએ ક્લેક્ટરને કેમ આપ્યું આવેદન, શું છે તેમની મુશ્કેલી, જુઓ વીડિયો

કાલાવડના ખેડૂતોએ ક્લેક્ટરને કેમ આપ્યું આવેદન, શું છે તેમની મુશ્કેલી, જુઓ વીડિયો

કાલાવડના

કાલાવડના ખેડૂતોએ ક્લેક્ટરને કેમ આપ્યું આવેદન, શું છે તેમની મુશ્કેલી, જુઓ વીડિયો

કાલાવડના ખેડૂતોએ ક્લેક્ટરને કેમ આપ્યું આવેદન, શું છે તેમની મુશ્કેલી, જુઓ વીડિયો

    જામનગરઃ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ ધરતીપુત્ર એક પછી એક મુસીબતોનો સામનો કરી રહ્યો છે. કુદરતી આફતો આવે તો સમજી શકાય પરંતુ માનવસર્જીત તકલીફો આવે ત્યારે ખેડૂતોની લાગણી વધુ દૂભાય છે. આવો જ એક પ્રશ્ન લઇને કાલાવડ તાલુકાના રીનારી ગામના ખેડૂતો જામનગર ખાતે ક્લેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા અને આવેદન પત્ર આપી પોતાની વ્યથા ઠાલવી હતી.

    ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરમાં ખરીફ પાક મગફળી, કપાસ, ડુંગળી વગેરે ઊભો છે. હાલ ચોમાસાની સીઝન હોવાથી ખેતરોની માટી ભીની હોય છે. એટલું જ નહીં પાકને દોઢથી અઢી મહિનાનો સમય પણ થઇ ગયો છે. આવા સમયે જેટકો કંપનીના અધિક્ષક જામનગરના તાબા હેઠળ આવતી કંપનીના કોન્ટ્રાક્ટરો ખેતરને ધમરોળી રહ્યાં છે. ખેતીની જમીન પર લહેરાતા પાક વચ્ચે કેબલ નાખવા સહિતના કામો કરી રહ્યાં છે જેના કારણે પાકને ખુબ જ નુકશાન થઇ રહ્યું છે. આથી અમારી અરજી છે કે પાક લણાય જાય પછી કામગીરી હાથ ધરવામાં આવે.

    વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટરોને અમે જણાવ્યું કે પાકને નુકશાન થઇ રહ્યું છે ત્યારે સામા પક્ષે તેઓએ જણાવ્યું કે અમે કોઇપણ સંજોગોમાં આ કામગીરી બંધ કરીશું નહીં. ખેડૂતોની માગણી છે કે જેટકો કંપનીના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અમારી જમીનનો પાક લેવાય જાય ત્યાં સુધી એટલે કે ત્રણ માસ સુધી કેબલ નાખવાની કામગીરી મુલતવી રાખવામાં આવે એ પ્રકારનો હુકમ આપ દ્વારા વહેલી તકે કરવામાં આવે.

    છેલ્લે કાલાવડ તાલુકાના રીનારી ગામના ખેડૂતોનું કહેવું છે કે અમે ખેડૂત ખાતેદારો છીએ, અમારા તમામની જીવાઇ કમાઇનું એકમાત્ર સાધન ખેતી છે. અમારી પાસે કુંટુંબના નિભાવ માટે અન્ય કોઈ જ સ્ત્રોત નથી. આથી જેમ બને તેમ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.
    First published:

    Tags: Electric, ખેડૂતો, ખેતી, વરસાદ

    આગામી સમાચાર