Home /News /gujarat /

રાજકોટ : ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો, ચાર શ્રમિક માસૂમ બાળકોની જિંદગી બચાવી ખેડૂતે પોતાનો જીવ આપી દીધો

રાજકોટ : ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો, ચાર શ્રમિક માસૂમ બાળકોની જિંદગી બચાવી ખેડૂતે પોતાનો જીવ આપી દીધો

દ્ધ ખેડૂત દામજીભાઈએ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી

Rajkot News - બાજ પક્ષીએ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ (Bee)વિફરી હતી અને બાજુના ખેતરના (Farm)ગોડાઉન પાસે શ્રમિક પરિવારના ચાર બાળકો ઉપર હુમલો કર્યો હતો

રાજકોટ : ગોંડલ (Gondal)તાલુકાના વાછારા ગામે બાજ પક્ષીએ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ (Bee)વિફરી હતી અને બાજુના ખેતરના (Farm)ગોડાઉન પાસે શ્રમિક પરિવારના ચાર બાળકો ઉપર હુમલો કર્યો હતો. જે વૃદ્ધ ખેડૂતના (Farmer)ધ્યાને આવી જતા ખેડૂતે પોતાની જાનની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કર્યો હતો આ દરમિયાન અસંખ્ય મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉંમર-69) પોતાના ખેતરે હતા ત્યારે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા દોઢ થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો. જે દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા બાળકોને તુરંત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ આ દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

આ પણ વાંચો - ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

વૃદ્ધ ખેડૂત દામજીભાઈએ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી. દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે. દામજીભાઈ સેવાભાવી સ્વભાવ ના હોય વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ પણ કરી હતી. તેઓના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી


રાજકોટ - શ્રમિક પરિવારના ઘરમાં આગ લાગતા દીકરી બળીને ભડથું થઇ હતી

થોડા દિવસો પહેલા રાજકોટ શહેરના (Rajkot) કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવ નગર પાસે મોડીરાત્રે એક ઝૂંપડામાં આગજનીનો બનાવ બન્યો હતો. આગજનીના બનાવમાં બે મહિલા સહિત 7 જેટલા લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક બાળકીનું મોત થયું હતું. રાત્રે ઝુંપડામાં લાઈટ જતી રહી હોવાથી અજવાળા માટે દીવો શરૂ કર્યો હતો. પરંતુ દીવો પણ પવનના કારણે બુઝાઈ જતાં પ્રકાશ માટે અન્ય વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી હતી. જે માટે ચનાભાઈ સોલંકીએ બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું હતું અને ત્યારબાદ શિશો ભરી દીવાસળી સળગાવવા જતાં ભડકો થયો હતો. જોતજોતામાં બાળકી સહિત ચાર લોકો આગની ઝપટમાં આવી ગયા હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Rajkot News, રાજકોટ

આગામી સમાચાર