છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસી રહ્યાં છે, ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે. પરિવાર દ્વારા સરકાર પાસે મદદ માગવામાં આવી છે કે વહેલી તકે મૃતદેહને ભારત લાવવામાં આવે જેથી તેઓ અંતિમ સંસ્કાર કરી શકે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગત 1 ઓક્ટોબરે માછીમારી કરવા ગયેલા 50 વર્ષિય ભીખાભાઇ બાંભણિયાની પાકિસ્તાની મરીન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ હતા. જો કે આ દરમિયાન કોઇ કારણોસર તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ વાતની જાણ ભારતમાં ગુજરાતમાં રહેતા તેના પરિવારને થતાં ગામમાં શોકનું મોજુ ફેલાયું હતું. તો પરિવારની માગણી છે કે વહેલી તકે તેમના મૃતદેહને પરત લાવવામાં આવે.
ગીર સોમનાથ માછીમાર આગેવાને ન્યૂઝ18 સાથેની વાતચિતમાં જણાવ્યું કે ભીખાભાઇનું ગત 4 માર્ચે પાકિસ્તાનમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. અમે વિદેશ મંત્રાલયને લેખિતમાં જાણ કરી છે કે વેહલી તકે મૃતદેહને ભારત લાવવામાં આવે અને પરિવારને સોંપવામાં આવે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર