Home /News /gujarat /સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે કર્મચારીઓનું પ્રદર્શન

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે કર્મચારીઓનું પ્રદર્શન

આ ચર્ચામાં CAS ની દરખાસ્તનો મુખ્ય મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2016 પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગણી કરી હતી

Employee protest - પડતર પ્રશ્નોના નિરાકરણ અભિયાન હેઠળ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી યુનિટના કર્મચારીઓએ સરકારને રજૂઆત પહોંચે એ હેતુ સંગઠિત થઈ સૂત્રોચ્ચાર કર્યા

સરકારી ઈજનેરી કોલેજના (Government Engineering College)અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે નિર્મિત ગુજરાત (Gujarat)રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધિકારી મંડળ (GECTGOA) દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને આપેલ ચેતવણી મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે 14 એપ્રિલથી પ્રદર્શનની શરુઆત કરી છે.

14 એપ્રિલ 2022ના રોજ પડતર પ્રશ્નોના નિરાકરણ અભિયાન હેઠળ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી યુનિટના કર્મચારીઓએ સરકારને રજૂઆત પહોંચે એ હેતુ સંગઠિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચર્ચા ગોઠવી હતી. આ ચર્ચામાં CAS ની દરખાસ્તનો મુખ્ય મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2016 પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગણી કરી હતી.

વધુમાં પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી સાથે કર્મચારીઓની બદલીમાં પારદર્શિતાની અવગણના, નિયમાનુસાર બઢતીના કિસ્સામાં અકારણ વિલંબ, શિક્ષણ વિભાગ અને AICTE દ્વારા નિયત કાર્યભાર વચ્ચેની વિસંગતતા જેવાં મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સંસ્થા ખાતે વર્ગ 3 અને વર્ગ 4 ની અછત ના કારણે ખાતાકીય અને શૈક્ષણિક કામમાં પડતી મુશ્કેલી જણાવેલ હતી.

આ પણ વાંચો - કોંગ્રેસને મોટો ઝટકો: ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આપમાં જોડાયા

QIP અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોને IIT, NIT જેવી સંસ્થાઓમાં PHD સંશોધન માટે પ્રોત્સાહન મળે તે માટે પૂરા પગાર સાથે Study leave અને પ્રતિનિયુક્તિ (deputation) ની પરવાનગી જેવા મુદ્દાઓ ની સાથે સાથે એડહોક સેવાને નિયમિત નિમણૂક સાથે સળંગ કરવા યોગ્ય કાર્યવાહી કરવા ની માંગણી કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમોનું માર્ગદર્શન અને આગામી દિવસોમાં આ મુદ્દે સ્પષ્ટ અને યોગ્ય રજૂઆત થાય તે જણાવેલ હતું.

જૂની પેન્શનની યોજના નહીં તો દોઢ લાખ શિક્ષકો કરશે વિધાનસભાનો ઘેરાવ

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના શિક્ષકો (Gujarat teachers protest for pension) જૂની પેન્શન યીજના લાગુ કરવા મામલે આંદોલન (Gujarat protest) કરી રહ્યા છે. છતાં સરકાર તરફથી કોઈ નિરાકરણ નહિ આવતા જૂની પેન્શન યોજના (pension scheme) ફરી લાગુ કરવા મુદ્દે શિક્ષકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા હતા. આંબેડકર જયંતિના દિવસે જ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા વિરોધ પર ઉતર્યા છે અને હજુ પણ જો આ મામલે ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં રાજ્યના અંદાજે દોઢ લાખ શિક્ષકો વિધાનસભા કૂચ કરશે અને પોતાની માંગણી બુલંદ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
First published:

Tags: Employees, ગુજરાત