Home /News /gujarat /એક્ઝિટ પોલમાં નાકિયા બનશે ધારાસભ્ય, બૂકી બજારમાં કુંવરજી ફેવરિટ

એક્ઝિટ પોલમાં નાકિયા બનશે ધારાસભ્ય, બૂકી બજારમાં કુંવરજી ફેવરિટ

    છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં જસદણ પેટા ચૂંટણીની જ ચર્ચા ચાલી રહી હતી, જેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે 23મીએ આવનારા પરિણામોની બધા રાહ જોઇ રહ્યાં છે, પરંતુ આ પહેલા બૂકીબજાર અને એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, આ તારણો પણ મહદ અંશે અંદાજ તો આવી જ જશે કે કોણ જીતશે. આવો નજર કરીએ સૌપ્રથમ એક્ઝિટ પોલ પર.

    પરિણામ જાણવાની સૌકોઇને ઉતાવળ હોય છે, ભલે તે શાળાનું હોય કે ચૂંટણીનું હોય. જો કે ચૂંટણી પરિણામ નીયત કરેલી તારીખે જ આવે છે, પરંતુ આ પહેલા જો જાણવું હોય તો સરવેનો સહારો લેવો પડે છે, આ સરવેમાં અંદાજ લગાવી શકાય કે કોણ જીતશે. જસદણ ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, ત્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. GNS ન્યૂઝ એક્ઝિટ પોલના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસનું પલડું ભારે છે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા જીતશે તેવું કહેવામાં આવી રહ્યું છે, જો આવું થયું તો સૌરાષ્ટ્રમાં મોટો અપસેટ તો સર્જાશે જ પરંતુ રાજ્ય અને કેન્દ્ર લેવલે તેની મોટી અસર વર્તાશે.

    એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ તો પક્ષ પલટો કરનારા કુંવરજી બાવળિયાને અંદાજે 45 ટકા મત મળશે, જ્યારે તેમના એક સમયના ચેલા ગણાતા અવસર નાકિયાને 48 ટકા મત મળશે, જ્યારે અન્યના ફાળે 7 ટકા મત જશે. સદણ ચૂંટણીમાં કુલ 2,32,116 પૈકી 1,65,418 મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ પ્રમાણે અવસર નાકિયા અંદાજે 4000થી 6000 મતથી વિજેતા થશે તેમ લાગી રહ્યું છે. પરંતુ મતોની ટકાવારીમાં ઓછું અંતર હોવાને લીધે રસાકસીની સ્થિતિ તો જરૂર જોવા મળશે.

    રમત જગતની જેમ હવે ચૂંટણી પર પણ સટ્ટો રમાઇ રહ્યો છે, ચૂંટણીમાં બૂકી બજારમાં બોલાતી હાર-જીતની કિંમત પરથી પણ મહદ અંશે આશા બંધાઇ છે. જસદણ પેટા ચૂંટણી પર રમાયેલા સટ્ટાની વાત કરીએ તો કુંવરજી બાવળિયાની જીતના એંધાણ છે. તો નાકિયાને હારનો સામનો કરવો પડી શકે છે. બૂકીઓ દ્વારા બાવળિયાની જીત માટે 0.40નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે નાકિયા ધૂરંધર નેતા ન હોવાને કારણે તેનો ભાવ બોલાતો નથી.

    બૂકી બજારમાં કુંવરજી બાવળિયા અંદાજે 51 હજાર મતોની લીડથી જીતશે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે આ ચૂંટણીમાં 5થી 7 હજારની સરસાઇ જ કોઇ ઉમેદવાર જીતશે, આટલી જંગી બહુમતીથી કોઇપણ નેતા નહીં ચૂંટાઇ તેવું માનવામાં આવી રહ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन