મયુર માકડીયા, અમદાવાદ: કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ફરીથી ભાજપમાં જોડાયા હતા. શામજી ચૌહાણ પૂર્વ સંસદીય સચિવ પણ હતા. શામજી ચૌહાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
શામજી ચૌહાણ ભાજપમાં જોડાયા ત્યારબાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “શામજી ચૌહાણ કોળી આગેવાન છે, પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હતા. તેઓ કોળી સમાજ માટે કાર્યરત હતા. તેમના ભાજપ પ્રવેશને આવકારીએ છે.” શામજીક ચૌહાણે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે તેમને કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક આપવાનું વચન આપ્યું હતું જોકે, કોંગ્રેસે ઉમેદવાર તરીકે શામજી ચૌહાણને જાહેર નહીં કરતા તેઓ ભાજપમાં જોડાયા હતા.
શામજી ચૌહાણે જણાવ્યું, “વિધાનસભાની ચૂંટમી દરમિયાન મન દુઃખ થતા હું કોંગ્રેસમાં ગયો હતો જોકે, મુખ્ય મંત્રી રૂપાણી મળ્યો ત્યારે તેમનો પ્રેમ ભાવ જોઈને મને થયું કે મારે પરત ઘરવાપસી કરવી જોઈએ. મેં મારા હજારો ટેકેદારોને મળી કાર્યક્રમ યોજ્યો હતો અને જિલ્લામાં વિકાસના કામો કરવા હોય તો સરકાર સાથે રહી અને વિકાસના કામો કર્યા હતા. મને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને અન્ય શિર્ષ નેતૃત્વએ મને વિશ્વાસ આપ્યો હતો કે તમને સુરેન્દ્રનગર બેઠક પર લડાવશે પરંતુ પેનલમાં મારૂ નામ નહોતું. અગાઉ મને વિધાનસભામાં અન્યાય થયો હોવાની લાગણી થતા મેં પક્ષ છોડ્યો હતો.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર