Home /News /gujarat /સોમનાથ મંદિરમાં પ્રવેશતા જ અક્ષય કુમારને થઇ દિવ્ય અનુભૂતિ, કહ્યું- મહાદેવનો અલૌકિક મહિમા

સોમનાથ મંદિરમાં પ્રવેશતા જ અક્ષય કુમારને થઇ દિવ્ય અનુભૂતિ, કહ્યું- મહાદેવનો અલૌકિક મહિમા

સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે.

પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનું વર્ણન કરતા તેણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો થાય છે. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: આજરોજ 'સમ્રાટ પૃથ્વીરાજ' (Samrat Prithviraj)ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા અક્ષય કુમાર (Asshay Kumar), ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી અભિનેત્રી માનુસી છીલ્લર સહિત સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે પહોચ્યા હતા. તેઓએ સોમનાથ ટ્રસ્ટ  (Somnath Trust)દ્વારા શરૂ કરાયેલ સોમેશ્વર મહાપુજનનો પણ આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરીને અભિનેતા અક્ષય કુમાર ભાવવિભોર થયો હતો.

    પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનું વર્ણન કરતા તેણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો થાય છે. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. આ સાથેજ સમ્રાટ પૃથ્વીરાજ મુવીના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સોમનાથના અનુભવને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

    આ પણ વાંચો- કોગ્રેસથી હાથ ખંખેરી શ્વેતા બ્રહ્મભટ્ટ કરશે કેસરિયો

    પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્ડ માનુષી છીલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી.
    સાથે જ સમ્રાટ પૃથ્વીરાજના ડિરેકટર ચંદ્રપ્રકાશ દ્રીવેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અભિનેતા અક્ષય કુમારે સોમનાથ મહાદેવને ચડાવવામાં આવતા દૂધ ફળો સહિતની સામગ્રી ગરીબોને આપી દેવા સોમનાથ મંદિર ટ્રસ્ટને સૂચન કર્યુ છે. અને ટ્રસ્ટે વિનંતીને ગ્રાહ્ય રાખી હોવાનું ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિદી એ જણાવ્યું હતું.

    આ પણ વાંચો- સોમનાથ મંદિરમાં આજથી 'સોમેશ્વર મહાપૂજન'નો શુભારંભ

    હાલમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે ત્રણ સ્લોટમાં આ પૂજાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8-00 કલાકે, સવારે 9-00 કલાકે, સવારે 10-00 કલાકે કુલ ત્રણ સ્લોટમાં દર કલાકે યજમાન પૂજા કરી ધન્ય બની શકશે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર, કોર્ડિનેટર ડૉ. યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તરફથી તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Akshay Kumar News, Bollywood News in Gujarati, GirSomnath, Somnath Temple

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો