નિસર્ગની અસર : પવનના કારણે ડેલો માથે પડતા જૂનાગઢમાં આધેડનું મોત, સાવલીમાં વીજળી પડતા એકનું મોત

News18 Gujarati
Updated: June 2, 2020, 6:49 PM IST
નિસર્ગની અસર : પવનના કારણે ડેલો માથે પડતા જૂનાગઢમાં આધેડનું મોત, સાવલીમાં વીજળી પડતા એકનું મોત
સાવલીમાં એક વ્યક્તિ ગંબીર રીતે ઘવાતા તેને સારવાર માટે વડોદરામાં લઈ જવામાં આવી હતી.

સાવલી ના અંજેસર ગામે વીજળી પડતા બેને ઇજા , નિસર્ગનું સંકટ ટળ્યું છતાં જાનહાનિ થઈ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં સંભવિત નિસર્ગ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ નિસર્ગ ગુજરાતમાં નહીં ત્રાટકે પણ છતાં તેની અસરના કારણે રાજ્યમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો. દરમિયાન નિસર્ગના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં બે મોત થયા છે.

જૂનાગઢમાં માળીયા હાટીના ગામે પવનના કારણે ડેલો પડતા એક આધેડનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં વીજળી પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્તો પૈકીના એક વ્યક્તિનું મોત થયું હતું.

આ પણ વાંચો :  'નિસર્ગ'ની અસર : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદ, અમરેલીમાં વીજળી પડતા 16 બકરીનાં મોત

માળીયા હાટીનાના લાઠોદરા ગામે આધેડનું મોત

જૂનાગઢ જિલ્લામાં આજે નિસર્ગની અસરના કારણે સવારથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી. દરમિયાન બપોરે ભારે પવન ફૂંકાતા જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદરા ગામે એક ડેલો આધેડના માથે પડ્યો હતો. આ ઘટનામાં 55 વર્ષના ભીખાભાઈ ડાકી નામના આધેડનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ભારે પવન અને વરસાદના કારણે ડેલો માથે પડતા દબાઈ જવાથી ભીખાભાઈનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.

સાવલીના અંજેસર ગામે વીજળી પડતા બેને ઇજા, એક ઇજાગ્રસ્તનું મોતવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંજેસર ગામે આજે એક કેરીના બગીચામાં બે વ્યક્તિ કેરી પાડવા માટે આવી હતી. દરમિયાન કેરી પાડી રહેલા વ્યક્તિઓ વીજળી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિને સારવાર માટે વડોદરા સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  રાજકોટ : 'દેકારો કરીશ તો તારા ભાઇને મારી નાંખીશ' સગીરે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યુ

'નિસર્ગ'ની અસર : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદ

વાવાઝોડું નિસર્ગ  નિસર્ગ અરબી સમુદ્રમાં ચક્કરડાં ભમ્મરડા લઈ રહ્યું છે ત્યારે તેની અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આ અસરના કારણે વરસાદ ખાબક્યો છે અને ખેડૂતોને કેસર કેરીના પાકમાં નુકશાની થઈ છે. દરમિયાન અમરેલીના સાવરકુંડલામાં વીજળી પડતા 16 બકરીના મોત થઈ ગયા છે.
First published: June 2, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading