રાજકોટમાં લોકચર્ચા- હવે ઈ મેમો પણ રાજકીય ઈશારે જ ચાલી રહ્યું છે, ચૂંટણી બાદ ઇ મેમો શરૂ

રાજકોટમાં લોકચર્ચા- હવે ઈ મેમો પણ રાજકીય ઈશારે જ ચાલી રહ્યું છે, ચૂંટણી બાદ ઇ મેમો શરૂ
રાજકોટમાં લોકચર્ચા- હવે ઈ મેમો પણ રાજકીય ઈશારે જ ચાલી રહ્યું છે, ચૂંટણી બાદ ઇ મેમો શરૂ

ચૂંટણી પુરી થતા પોલીસે ઈ મેમો શરૂ કરી માત્ર 3 દિવસમાં જ સાતેક હજાર લોકોને દંડ આપી દીધા

  • Share this:
રાજકોટ : રાજકોટમાં લોકોની સુરક્ષા અને કોરોના ફેલાતો અટકાવવા દંડ કરાતો હોવાનો પોલીસનો લુલો બચાવ ચૂંટણીવેળાએ જ ખુલ્લો પડી ગયો હતો. ચૂંટણી પુરી થતા પોલીસે ઈ મેમો શરૂ કરી માત્ર 3 દિવસમાં જ સાતેક હજાર લોકોને દંડ આપી દીધા છે. ઈ મેમો પણ રાજકીય ઈશારે ચાલતુ હોય તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોની સુરક્ષાને આગળ ધરી 15 કરોડથી વધુનો દંડ વસુલ કરનાર પોલીસે ચૂંટણી જાહેર થતા જ દંડની કામગીરી બંધ કરી દીધી હતી. ચૂંટણી પુરી થતા જ તારીખ પોલીસે ફરી લોકોને દંડ આપવાનું શરૂ કરી દીધુ છે.

રાજયમાં સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ ઈ મેમો દંડ સરકાર નડશે તેવુ લાગતા જ 26 જાન્યુઆરીએ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને ચૂંટણી પુરી થયા બાદ ત્રીજી તારીખથી ફરી ઈ મેમો શરૂ કરી માત્ર 3 દિવસમા જ 7 હજાર લોકોને દંડ કરવામાં આવ્યા છે.આ પણ વાંચો - શું AMC ચૂંટણીમાં ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારનું સોગંદનામું ખોટું? મામલો કોર્ટમાં પહોંચ્યો

મહત્વનું છે કે ચૂંટણી પહેલા લોકોને ઈ-મેમો થકી તમામ પ્રકારના દંડ આપવામાં આવતા હતા અને હજી સુધી ઘણા બધા એવા લોકો છે જેમણે પોતાના દંડની રકમ પણ ભરપાઈ કરી નથી અથવા તો કરી શક્યા નથી.
Published by:Ashish Goyal
First published:March 06, 2021, 23:50 pm