8 લાખ રૂ.ની લાંચના કેસમાં ફરાર જેતપુરના Dy.Sp ભરવાડ ACBમાં હાજર થયા

News18 Gujarati
Updated: November 8, 2019, 1:07 PM IST
8 લાખ રૂ.ની લાંચના કેસમાં ફરાર જેતપુરના Dy.Sp ભરવાડ ACBમાં હાજર થયા
ACB સમક્ષ હાજર થઈ જે.એમ. ભરવાડે નિવેદન નોંધાવ્યું હતું.

જેતપુરના DySp ભરવાડે હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે 10 લાખની માગણી કરી હતી. સુપ્રિમ કોર્ટમાંથી બે દિવસ પહેલાં આગોતરા જામીન મંજૂર થતા રાજકોટ ACBમાં હાજર થયા

  • Share this:
અકિત પોપટ, રાજકોટ : રૂપિયા આઠલાખની લાંચના પ્રકરણમાં (Bribery case) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર થઈ ગયેલા જેતપુરના ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (ડી.વાય.એસ.પી) જે. એમ. ભરવાડને સુપ્રિમ કોર્ટે આગોતરા જામીન (Anticipatory Bail) આપતા આજે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) સમક્ષ હાજર થયા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

ત્રણ માસ પહેલા અમદાવાદ એસીબી દ્વારા કૉન્સ્ટૅબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના ડી.વાય.એસ.પી જેમ ભરવાડ નું નામ પણ ખૂલ્યું હતું. છેલ્લા ત્રણ માસથી તેઓ ફરાર હતા ત્યારે બે દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતાં તેઓ એસીબી સમક્ષ હાજર થયા હતા.

આ પણ વાંચો :  રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : આટકોટના આરોગ્ય અધિકારીની પુત્રીનું મોતહથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે તેમના દ્વારા રૂપિયા10 લાખની માગણી કરી હતી બાદમાં આઠ લાખની માંડવાડની રકમ નક્કી થયા મુજબ વિશાલ સોનારા એ આઠ લાખની રકમ મેળવી હતી જે રોકડ રકમ સાથે અમદાવાદ એ.સી.બીએ ત્રણ માસ પૂર્વે તેની ધરપકડ કરી હતી

હાઇકોર્ટે જામીન અરજી ફગાવી હતીઅગાઉ સપ્ટેમ્બર મહિનામાં લાંચ પ્રકરણમાં ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.SP)જે. એમ.ભરવાડે દાખલ કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રાજ્ય સરકારે જામીન અરજીના વિરૂદ્ધમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની સામે પ્રથમ દર્શનીય રીતે કેસ બનતો હોવાથી તેમને જામીન ન મળવા જોઈએ. જે.એમ. ભરવાડ આ કેસમાં હાલ ફરાર છે. તેમની રજૂઆત છે કે, પોલીસ અધિકારી તરીકેનો તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે તેથી તેમને જામીન મળવા જોઈએ.

 

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर