Home /News /gujarat /દ્વારકા: 300 કરોડના ડ્રગ્સને ઝડપવા પોલીસે બનાવ્યો હતો જોરદાર પ્લાન, સ્વિચઓફ કરી દીધા હતા અધિકારીઓના મોબાઇલ

દ્વારકા: 300 કરોડના ડ્રગ્સને ઝડપવા પોલીસે બનાવ્યો હતો જોરદાર પ્લાન, સ્વિચઓફ કરી દીધા હતા અધિકારીઓના મોબાઇલ

ઝડપાયેલા આરોપીઓ

આ સમગ્ર મામલે દ્વારકા જિલ્લા પોલીસે ખૂબ ગુપ્ત રીતે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.

    મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: જિલ્લામાંથી ઝડપાયેલા 300 કરોડના ડ્રગ્સના મામલે પોલીસે 63 કિલો ડ્રગ્સના જથ્થાને જપ્ત કરી 3 આરોપીઓને પણ દબોચી લીધા છે. ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું. જેમા ખંભાળિયા આરાધના ધામ પાસેથી 17 કિલો 651 ગ્રામ સાથે ઝડપાયેલા મહારાષ્ટ્રીયન સહજાદ બાબુ ઘોસીની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ સલાયાથી અન્ય બે આરોપી અલી અને સલિમ કારાના ઘરે સર્ચ ઓપરેશન પણ મોડી રાત સુધી ચાલ્યું હતું. જેમાં સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.

    દ્વારકા પોલીસે કુલ 3 આરોપી સાથે 63 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માટે રજૂ કર્યા છે. કોર્ટ દ્વારા નવ દિવસના રિમાન્ડ મંંજૂર કર્યા. આ સમગ્ર મામલે દ્વારકા જિલ્લા પોલીસે ખૂબ ગુપ્ત રીતે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. ઓપરેશન શરૂ થતાં એસ.પી સુનિલ જોશીએ તમામ અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ખૂબ ચપળતા સાથે આ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સ માફિયાઓને ગંધ પણ આવવા દીધા વિના જ મુદ્દામાલ સાથે આરોપીઓને ઊંઘતા ઝડપી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

    ઝડપાયેલુ ડ્રગ્સ


    દ્વારકા પોલીસના ચુનંદા પોલીસ અધિકારીઓ સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ dysp સમીર શારડા,  dysp હિરેન્દ્ર ચૌધરી, dysp નીલમ ગોસ્વામી, ખાસ SOGના પી.આઈ જગદીશ ચાવડા તથા LCBની ટીમોએ બાતમીદારોની ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી નશાનો કાળો કારોબાર યુવાનો સુધી પહોંચે તે પહેલાં જ ઝડપી પાડ્યો છે.

    આ સમગ્ર પ્રકરણમાં બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હિલચાલવાળા વ્યક્તિની એક એક ગતિવિધિ પર નજર રાખીને આરોપીઓ સુધી પહોંચી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી ખૂબ બાજ નજર સાથે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો જિલ્લા પોલીસની SOG તથા LCB ની ટીમોએ લાજવાબ કામગીરી દિવસ રાત કરી વિશાળ ડ્રગ્સના જથ્થાને ઝડપી વાહવાહી મેળવી હતી ખુદ રેન્જ આઈજી તથા DGP અને છેવટે ગૃહ મંત્રીએ પણ દ્વારકા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

    ઝડપાયેલા આરોપીઓ


    63 કિલો ડ્રગ્સનો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થવા જાય આટલો વિશાળ જથ્થો દરિયા મારફતે આવ્યો અને મુંબઈ સુધી લઈ જવાની હકીકતો બાદ પોલીસે ઊંડાળપૂર્વક તપાસને અંતે 3 આરોપીઓને ઝડપી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. આ સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનની મેલી મુરાદથી આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના છેવાડાના અને દરિયા વિસ્તારથી ઘેરાયેલા દ્વારકા જિલ્લામાં પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

    પોલીસે હાલ 3 આરોપીઓ પાસેથી વધુ કેટલીક હકીકતો બહાર લાવવા રિમાન્ડની માંગણી કરશે અને આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા કોશિશ કરશે પાકિસ્તાન સાથે સીધા કોઈ કોન્ટેકમાં આરોપીઓ છે કે કેમ ?આટલો વિશાળ ડ્રગ્સનો જથ્થો કેમ આવ્યો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો આ પણ સળગતા સવાલો છે જેના જવાબો પોલીસ શોધી રહી છે. આ ડ્રગ્સના મૂળમાં બીજા કેટલા માફિયાઓ છે તેના માટે પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dwarka, ગુજરાત, ડ્રગ્સ