દ્વારકા તાલુકામાં મધ્‍યાન ભોજન કેન્‍દ્રોના સંચાલકની માનદ વેતનથી ભરતી

News18 Gujarati
Updated: June 26, 2019, 7:01 PM IST
દ્વારકા તાલુકામાં મધ્‍યાન ભોજન કેન્‍દ્રોના સંચાલકની માનદ વેતનથી ભરતી
પ્રતિકાત્મક તસવીર

જેમાં યોગ્‍ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીફોર્મ કચેરીમાંથી મેળવી તા.૦૩-૦૭-૨૦૧૯ સુધીમાં કચેરી સમય દરમ્‍યાન પહોંચતા કરવાના રહેશે

  • Share this:
દેવભૂમિ દ્વારકા તા.૨૬, દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના દ્વારકા તાલુકાના કેન્‍દ્રોમાં મધ્યાન ભોજન કેન્દ્રોના સંચાલકની ભરતી કરવામાં આવશે, ભરતી કરાયેલા સંચાલકોને માનદ વેતન પણ ચૂકવવામાં આવશે. આ માટે જરૂરી વિગતો સાથે મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

દ્વારકા તાલુકાના કેન્‍દ્રોમાં નંબર ૨-અણીયારી પ્રા.શાળા, ૨૧-ધ્રાસણવેલ પ્રા.શાળા, ૨૩-નવી ધ્રવાડ પ્રા.શાળા, ૨૪-પાડવી પ્રા.શાળા, ૨૫-પોશીત્રા પ્રા.શાળા, ૩૦-બેટ કુમાર પ્રા.શાળા, ૩૨ નાગેશ્‍વર પ્રા.શાળા, ૩૫ મકનપુર પ્રા.શાળા, ૩૯-મુળવેલ પ્રા.શાળા, ૪૧-મીઠાપુર તા.શાળા, ૪૯-લાડવા પ્રા.શાળા, ૫૨-વરવાળા પ્રા.શાળા, ૬૯-બરડીયા વાડી પ્રા.શાળા, ૭૮-વસઇ વાડી-૨, ૮૭-પોશીત્રા વાડી-૨, ૮૯- ભીમપરા વાડી, ૯૦-મુળવાસર વાડી-૧, ૯૧-ટુંપ્‍પણી વાડી, કોરાડા વાડી, વાચ્‍છુ વાડી-૨, મુળવાસર વાડી-૨ અને ૫૨-લોવરાલીમાં ભરતી કરાશે.

અહીં ક્લિક કરી વાંચોઃ રોજના આ 1 માત્ર નિયમથી, આખું ઘર ભરાઈ જશે ધનથી

જેમાં યોગ્‍ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીફોર્મ કચેરીમાંથી મેળવી તા.૦૩-૦૭-૨૦૧૯ સુધીમાં કચેરી સમય દરમ્‍યાન પહોંચતા કરવાના રહેશે. આ સાથે જરૂરી અભ્‍યાસના સર્ટીફિકેટની પ્રમાણીત નકલ સાથે મામલતદાર કચેરી દ્વારકા ખાતે ઇન્‍ટરવ્‍યુમાં પોતાના ખર્ચે હાજર રહેવું. ઇન્‍ટરવ્‍યું તા.૦૫-૦૭-૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી દ્વારકા ખાતે રાખેલું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લા પાણી સમિતિની બેઠક કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને મળી

દેવભૂમિ દ્વારકા તા.૨૬, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામો અને શહેરોની પીવાના પાણીની પરિસ્‍થિતિની સમીક્ષા બેઠક કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
First published: June 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading