Home /News /gujarat /દ્વારકાના ગુંદા ગામે ડેંગ્યૂના 60 કેસ નોંધાતા ખળભળાટ, આરોગ્ય વિભાગ દોડ્યું

દ્વારકાના ગુંદા ગામે ડેંગ્યૂના 60 કેસ નોંધાતા ખળભળાટ, આરોગ્ય વિભાગ દોડ્યું

દ્વારકાના ગુંદા ગામે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટૂકડીઓને કામે લગાડાઈ છે.

દ્વારકાના ગુંદા ગામે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટૂકડીઓને કામે લગાડાઈ છે.

    સમગ્ર ગુજરાતમાં હાલમાં ડેન્ગ્યૂનો કહેર વધી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેર ડેન્ગ્યૂના ભરડામાં છે. દેવભૂમિ દ્વારકાના ગુંદા ગામે ડેન્ગ્યૂના રોગોએ દેખા દીધી. ગુંદા ગામે 60 જેટલા ડેન્ગ્યૂના કેસ નોંધાતાં આરોગ્ય વિભાની ટીમ દ્વારા વિસ્તારનું સર્વે કરી ફોગીંગ સ્લાઈડ કામગીરી કરવામાં આવી હતી. ન્યુઝ 18 ગુજરાતીના અહેવાલને પગલે ગુંદા ગામે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટુકડીઓને કામે લગાડાઈ છે.

    ડેન્ગ્યૂનો આતંક વધી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ભાણવડના ગુંદા ગામે રોગચાળો વધતા 60 જેટલા ડેન્ગ્યૂના કેસ ગુંદા ગામેથી મળી આવ્યા હતા. ગુંદા ગામમાં ડેન્ગ્યૂના કેસનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસ્તુત કરાયા બાદ આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે.

    જેને લઇ ગુંદા ગામે હાલ સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સાથે જીલ્લાની આરોગ્ય વિભાગની ટૂકડીઓ દ્વારા ફોગીગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીના ટાકાઓમાં દવા છંટકાવ પણ કરાઈ રહ્યો છે.

    આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.પી. સીગે તાત્કાલિક હેલ્થ વિભાગની બેઠક યોજી હતી અને આરોગ્યની ટુકડીઓ ગુંદા ગામે મોકલી હતી. જોકે આ તમામ દર્દીઓએ જામખંભાળિયાની ખાનગી, સરકારી ઉપરાંત ભાણવડ-જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    विज्ञापन
    विज्ञापन