Home /News /gujarat /

ગીર સોમનાથ: ભારે પવનના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારો પણ લાપતા

ગીર સોમનાથ: ભારે પવનના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારો પણ લાપતા

તમામ બોટો કાંઠા પર લાગરેલી હતી.

GirSomnath news: મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી.

    ગીર સોમનાથ: રાજ્યમાં વાતાવરણ પલટો થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. માવઠાની સાથે સૂસવાટાભેર પવન પણ ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના નવા બંદરની 13થી 15 બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો આ સાથે ઘણા માછીમાર (Fishermen missing) પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આ બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી હતી. જોકે, આ તમામ બોટ કાંઠા પર લાંગરેલી હતી. તો સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી છે. તેમજ હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાંની માહિતી કલેકટરે આપી હોવાનું જણાવાયું છે.

    લાંગરેલી બોટો ભારે પવનના કારણે એકબીજા સાથે અથડાઇ હતી

    મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાંગરેલી હોડીઓ એકબીજા સાથે અથડાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે.

    દરિયાકાંઠાનું દ્રશ્ય


    પવનને કારણે ભારે કરંટ ઉત્પન્ન થતા મોટા મોજા ઉઠળ્યા હતા

    મહત્ત્વનું છે કે, હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે, આ અસર થવાની આગાહી બાદ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. જેના કારણે માછીમારોએ કાંઠે જ બોટ લાંગરેલી હતી. આ દરમિયાન ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે પવન ફંકાયો હતો. જેના કારણે દરિયામાં ભારે કરંટને કારણે મોટો મોટા મોજા ઉછળવા લાગ્યા હતા. જેના કારણે અનેક લાંગરેલી બોટને નુકસાન થયુ છે જ્યારે લાંગરેલી બોટો ડૂબી પણ ગઇ છે. આ દૂર્ઘટનામાં ગુમ માછીમારોની હાલ શોધખોળ ચાલી રહી છે.

    દરિયાકાંઠાનું દ્રશ્ય


    આ દૂર્ઘટનાને કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. થોડા સમય પહેલા તાઉતે વાવાઝોડાએ પણ દહેશત ફેલાવી હતી.ત્યારે ફરી ગઇકાલે વાવાઝોડા સાથેના પવને લોકોને ચિંતામાં ગરકાવ કરી દીધા છે.



    ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો

    નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયું માવઠું વરસ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gir-somnath, Gujarat Weather Forecast, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन