આંતરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત રૂ. 500 કરોડ છે (ફાઈલ તસવીર)
મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી આવેલા કન્ટેનરમાં મીઠાની આડમાં માદક પદાર્થ ઘુસાડવાની બાતમીના આધારે ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence) દ્વારા કરોડો રૂપિયાનું કોકેન (Cocaine) પકડી પાડવામાં આવ્યું હતું.
કચ્છ: ભારતમાં માદક પદાર્થો ઘુસાડવા (Psychotropic Substances) માટે કચ્છ હવે પ્રવેશદ્વાર બની ગયું છે તે કહેવું અતિશયોક્તિ નથી. દરિયામાંથી ચરસના પેકેટ (Hashish Packets) તરી આવવા તો હવે સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે મહિનામાં એકાદ વખત હેરોઈન (Heroin in Kutch) પણ પકડી પાડવામાં આવે છે. તો બીજી તરફ મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી આવેલા કન્ટેનરમાં મીઠાની આડમાં માદક પદાર્થ ઘુસાડવાની બાતમીના આધારે ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence) દ્વારા કરોડો રૂપિયાનું કોકેન (Cocaine) પકડી પાડવામાં આવ્યું હતું.
વ્યાપક ડેટા વિશ્લેષણ અને ક્ષેત્ર સર્વેક્ષણ થકી એજન્સી દ્વારા ઇન્ટેલિજન્સ તૈયાર કરવામાં આવી હતી.
ડી.આર.આઇ. તરફથી મળતી માહિતી મુજબ વ્યાપક ડેટા વિશ્લેષણ અને ક્ષેત્ર સર્વેક્ષણ થકી એજન્સી દ્વારા ઇન્ટેલિજન્સ તૈયાર કરવામાં આવી હતી જે પ્રમાણે ઈરાનથી આયાત થયેલા કન્ટેનરોમાં માદક પદાર્થ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું જેના પરથી ડી.આર.આઇ. દ્વારા ઓપરેશન નમકીન લોન્ચ કરવામાં આવ્યું હતું.
25 મેટ્રિક ટન વજન ધરાવતા 1000 થેલા ભરેલા મીઠાની તપાસ કરવામાં આવી હતી.
ઓપરેશન નમકીન અંતર્ગત એજન્સી દ્વારા ઈરાનથી મુન્દ્રા પોર્ટ મારફતે આવેલા 25 મેટ્રિક ટન વજન ધરાવતા 1000 થેલા ભરેલા મીઠાની તપાસ કરવામાં આવી હતી. ડી.આર.આઇ. દ્વારા 24 મેથી 26 મે સુધી ત્રણ દિવસ આ કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અમુક થેલામાં પાઉડર ફોર્મમાં રહેલા સફેદ પદાર્થની ગંધ થોડી વિશેષ હોતાં તેના સેમ્પલ લઈ ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયનસમાં તપાસ અર્થે મોકલતા તેમાં કોકેન હોવાનું પુરવાર થયું હતું.
25 મેટ્રિક ટનના જથ્થામાંથી 52 કિલોગ્રામ કોકેન મળી આવ્યું હતું
તો 25 મેટ્રિક ટનના જથ્થામાંથી 52 કિલોગ્રામ કોકેન મળી આવ્યું હતું જેની કિંમત આંતરાષ્ટ્રીય બજારમાં રૂ. 500 કરોડથી વધારે છે. વિદેશથી આ જથ્થો મંગાવનાર અને મોકલનાર લોકો સહિત ગુનામાં સંડોવાયેલા લોકોને શોધવા એજન્સીએ તપાસ શરૂ કરી છે.
ગત મહિને જ કંડલા પોર્ટ પરથી 205 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાઓથી કચ્છના બંદરો પરથી આયાત થતાં માલ પર ડી.આર.આઇ. ખાસ નજર રાખી રહી છે. ગત મહિને જ કંડલા પોર્ટ પરથી 205 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું. વર્ષ 2021-22માં એજન્સી દ્વારા 321 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 3200 કરોડ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર