રાજકોટ : ‘ડૉકટરો અને નર્સિંગ સ્ટાફ હવે થાકી ગયો છે કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન લગાવો’

રાજકોટ :  ‘ડૉકટરો અને નર્સિંગ સ્ટાફ હવે થાકી ગયો છે કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન લગાવો’
IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ મોટું નિવેદન આપ્યું

IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ મોટું નિવેદન આપ્યું

  • Share this:
રાજકોટ : રાજકોટમાં કોરોના બીજી લહેર ઘાતક બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાની સામે નર્સિંગ સ્ટાફ અને ડોકટરો ઓછા પડી રહ્યા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી ગયા છે. આવા સમયે IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ મોટું નિવેદન આપ્યું છે.

ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું છે કે જલ્દીમાં જલ્દી લોકડાઉન કરવું જોઈએ. રાજકોટ IMA પ્રેસિડન્ટ ડો. પ્રફુલ્લ કમાણીએ સરકારને ફરી વિનંતી કરી છે. રાજકોટમાં ઇન્જેક્શનની અછત થી મોતનો આંક પણ વધ્યો છે. કેસ નહી ઘટે તો હજુ મોતનો આંક વધશે જેથી લોકડાઉન જ કોરોના સંક્રમણની ચેઇન તોડી શકશે. બીજી લહેરમાં યુવા દર્દીઓને ન્યુમોનિયા થઈ જાય છે ને તેને ઓક્સિજનની જરૂર પડવા લાગે છે. રાજકોટની 30 હોસ્પિટલમાં 600 બેડ તો થોડા સમયમાં ફૂલ થઈ જાય છે.આ પણ વાંચો - કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહ્યું- જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

મહત્વનું છે કે કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન હવે જરૂરી બન્યું છે. કોરોનાની ચેઇન તોડવા 14 દિવસની જરૂર પડે છે ત્યારે 2 થી 3 વીકનું લોકડાઉન એક માત્ર વિકલ્પ છે. કેસ વધી રહ્યા છે તેમજ ઈન્જેકશન પૂરતા નથી મળી રહ્યા તેથી મોત વધી રહ્યા છે. 30 થી 50 વર્ષના લોકોમાં વધુ કેસ આવી રહ્યા છે, મોટા ભાગની હોસ્પિટલમાં દર્દીઓનું વેઇટિંગ છે.

મહત્વનું છે કે જે રીતે કોરોના કેસની સંખ્યા વધી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં હજી પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને લોકડાઉન કરવા રજૂઆત કરાઇ હતી ત્યારે હવે આઇએમએ રાજકોટ દ્વારા પણ લોકડાઉન કરવાની માંગ કરાઈ છે.
Published by:Ashish Goyal
First published:April 13, 2021, 16:00 pm

ટૉપ ન્યૂઝ