બોટાદ: રાણપુર (Botad, Ranpur) તાલુકાના ગુંદા ગામે મંગળવારે સવારનાં સમયે પતિએ પત્ની અને તેમના ભાભીની છરીનાં ઘા મારી હત્યા (Husband kills wife and bhabhi) કરવાની ઘટના સામે આવી છે. જે બાદ પતિ ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ આખા પંથકમાં હાહાકાર મચી ગયો હતો.ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા એસ પી સહિતનો પોલીસ (Botad Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ બે હત્યા (double murder) અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘરમાં ત્રણ જ લોકો હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બોટાદનાં રાણપુર તાલુકાના ગુંદા ગામમાં મંગળવારના રોજ સવારે 11 કલાકની આસપાસ ખુની ખેલ ખેલાયો હતો. ભીખુભાઈ સુરસંગભાઈ ડોડીયા અને તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડીયા (ઉ.વર્ષ. 51) ઘરે હતા. આ દરમિયાન ભીખુભાઈનાં ભાભી ધીરજબેન (ઉ.વર્ષ. 55) કપડા ધોવા માટે તેમના ઘેર આવ્યા હતા.
પરિવારનાં બીજા સભ્યો ઘરમાં હાજર ન હતા. આ સમયગાળામાં ભીખુભાઈ અને તેમના પત્ની હર્ષાબેન વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બાબાતમાં ભાભી ધીરજબેન વચ્ચે પડતા ભીખુભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. પતિ ભીખુભાઇએ પત્ની હર્ષાબેન ડોડીયા અને ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયાને છરીના આડેધડ ઘા મારી બન્નેની હત્યા કરીને ભીખુભાઈ ડોડીયા ઘરમાંથી ભાગી ગયા હતા.
હત્યા પાછળનું કારણ હજી અકબંધ
આ ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને બન્નેનાં મૃતદેહને પી.એમ. માટે રાણપુરની સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. આ હત્યા સમયે ઘરે માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. જોકે આ ઘટના બાદ આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો.
પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક હર્ષાબેન અને ભીખુભાઈને ૩ સંતાનો છે જેમાં 2 દીકરા અને 1 દીકરી છે. જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયા નિશાંતાન છે. હાલ આ પરિવારનાં બાળકો નિરાધાર થઇ ગયા છે. આ ઘાતકી ઘટના બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર