Home /News /gujarat /રાજકોટઃ માતા ગરબા શીખી રહી હતી અને બાળકને શ્વાનોએ ફાડી ખાધું

રાજકોટઃ માતા ગરબા શીખી રહી હતી અને બાળકને શ્વાનોએ ફાડી ખાધું

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી

હરીન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પાર્ટી પ્લોટમાં ડાંડિયા ક્લાસમાં ગરબા શીખવા આવેલી મહિલાના પાંચ વર્ષના બાળકને શ્વાનોએ ફાડી ખાધુ હતું. ઘટના બાદ બાળકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટમાં આવેલા પ્રતિલોક પાર્ટી પ્લોટમાં ચાલતા ડાંડિયા ક્લાસમાં સાંજના સમયે મહિલા બેન્ચમાં એક મહિલા ગરબા શીખવા આવી હતી. મહિલા પોતાની સાથે તેનો પાંચ વર્ષનો બાળક પણ લઇ આવી હતી. ત્યારબાદ મહિલા ગરબા શીખવામાં મસગૂલ થઇ ગઇ જ્યારે તેની સાથે આવેલો બાળક બહાર રમી રહ્યો હતો એ દરમિયાન શ્વાનોએ તેના પર હુમલો કર્યો.

અહીં ક્લિક કરી વાંચોઃ પત્નીઓની અદલા-બદલી, ઓરોપીની પત્નીએ જ કર્યો ખેલનો પર્દાફાશ

શ્વાનોએ બાળકને મોઢા અને પાસડી પરથી પકડીને લઇ ગયા હતા. બાદમાં બે યુવાનોની નજર પડતા તેઓએ બાળકને શ્વાનો પાસેથી છોડાવ્યું હતું. બાદમાં બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
First published:

Tags: Dog attack, રાજકોટ