રામ જન્મભૂમિ : સોમનાથની જેમ જ રામ મંદિરનું ટ્રસ્ટ બનશે? આવી રીતે કામ કરે છે સોમનાથ ટ્રસ્ટ

News18 Gujarati
Updated: November 13, 2019, 6:48 PM IST
રામ જન્મભૂમિ : સોમનાથની જેમ જ રામ મંદિરનું ટ્રસ્ટ બનશે? આવી રીતે કામ કરે છે સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ મંદિરની ફાઇલ તસવીર

સુપ્રીમ કૉર્ટ દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ (Somnath Trust) પેટર્ન પર રામ મંદિર ટ્રસ્ટ (Ram mandir Trust) નિર્માણ કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે? વાંચો અમારા આ વિશેષ અહેવાલમાં.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : રામ જન્મભૂમિને (Ram Janmbhoomi) કેસ વિશે સુપ્રીમ કોર્ટે (Suprem court)એ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકારને (Government of inddia)ને ત્રણ મહિનામાં ટ્રસ્ટ (Trust) બનાવી મંદિર નિર્માણ માટેની યોજના રજૂ કરવા આદેશ આપેલો છે સુપ્રીમ કૉર્ટ દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ (Somnath Trust) પેટર્ન પર રામ મંદિર ટ્રસ્ટ (Ram mandir Trust) નિર્માણ કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે? વાંચો અમારા આ વિશેષ અહેવાલમાં.

રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમે કેન્દ્રને આદેશ કર્યો છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટ પેટર્ન પર રામ મંદિર માટે પણ ટ્રસ્ટ બનાવવામાં આવે અને નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તેના માટે ત્રણ માસનો સમય આપવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ માટે તો આ સૌભાગ્યની વાત કહેવાય કે રામ મંદિર નિર્માણ પામી જાય બાદ જે રીતે સોમનાથ મંદિર નો વહીવટ ચાલી રહ્યો છે એજ મુજબ રામ મંદિર માટે પણ ચાલે તેવો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટનો હોઈ શકે અને એટલા માટે જ આ પેટર્ન પર ટ્રસ્ટ બનવવા આદેશ આપ્યો હોય શકે છે. સવાલ એ થાય છે કે દેશમાં અનેક મોટા મંદિર આવેલા છે એ કોઈ મંદિર ટ્રસ્ટ નહિ પરંતુ સોમનાથ મંદિર ટ્રસ્ટ માટે જ કેમ આદેશ આપ્યો તો આચાર્ય સભા અને વીએચપી છેલ્લા ઘણા સમયથી એ માંગ કરી રહ્યું હતું કે સોમનાથ મંદિરની જેમ જ ટ્રસ્ટ બનાવવામ આવે જેથી હિંદુ સમાજના ભક્તોને મંદિર સંચાલન નાણાકીય વ્યવસ્થા અને અન્ય બાબતોમાં સરળતા રહે અને આ વાત કદાચ કોર્ટના ધ્યાને લાવી હોય શકે એટલા માટે જ આ પેટર્ન અપનાવવા આદેશ કર્યો હોય શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર, પાક નુકસાની બદલ વીમો ઉપરાંત 700 કરોડનું પેકેજ

સોમનાથ મંદિરણ ટ્રસ્ટી પી કે લહેરી એ ન્યુઝ 18 ગુજરાતી ને જણાવ્યું હતું કો 'આજે જે સ્વાયતા સોમનાથ ટ્રસ્ટ ભોગવી રહ્યું છે.તેવી સ્વાયતા અન્ય કોઈ સરકારી ટ્ર્સ્ટ ભોગવી શકતું નથી...આના કારણે તે ગૌરવ ની વાત છે કે સોમનાથ ટ્રસ્ટ જેવું ટ્રસ્ટ રામ મંદિર માટે બને તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવ નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં તે અંગે ભારત સરકાર ટ્રસ્ટ બનાવની કાર્યવાહી કરશે'.

દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગુહ મંત્રી એ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ છે. એટલા માટે જ હવે કેન્દ્ર સરકારને જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવની સૂચના આપવામાં આવી છે.ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રમાણે આઠ સભ્યોનું ટ્ર્સ્ટી મંડળની રચના રામ મંદિર ટ્રસ્ટ માં પણ થવાની શક્યતા છે. આ આઠ સભ્યો યૈકી ચાર સભ્યો એ રાજ્ય સરકારના અને ચાર સભ્યો એ કેન્દ્ર સરકારના નિમણુંક કરવામાં આવે તેવી પુરે પુરી શક્યતા છે. એટલે કે રામ મંદિર ટ્રસ્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બન્ને ની હીસેદારી રહશે.

આ પણ વાંચો : ફરી મગફળીકાંડ : 34 મંડળીઓએ મગફળી ખરીદી, 13 મંડળીનું પેમેન્ટ અટવાયું!સોમનાથ ટ્રસ્ટની પેટર્ન

સોમનાથ મંદિરણ ટ્રસ્ટી પી કે લહેરી એ ન્યુઝ 18 ગુજરાતી ને જણાવ્યું હતું કે, 'સોમનાથ ટ્રસ્ટની રચનામાં કનૈયા લાલ મુનશીની દૂરંદેશી અને સરદારની દર્ઘદૃષ્ટીએ એક એવું બંધારણ આપ્યું છે કે જેમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે. આ આઠ ટ્રસ્ટીઓ માં ચાર ટ્રસ્ટીઓ રાજ્ય સરકારનાને ચાર ટ્રસ્ટીઓ કેન્દ્ર સરકાર છે. જયારે પણ ટ્રસ્ટીઓની જગ્યા ખાલી થાય ત્યારે ચાર ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવા રાજ્ય સરકારની ભળી અને ચાર ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવા કેન્દ્ર સરકારની ભળી જરૂરી છે. એટલે કે દેશમાં એક માત્ર ટ્રસ્ટ એવું છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું આડકતરો અંકૂશ છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ પૂરી સ્વાયત્તા સાથે કામગીરી કરે છે

આમ તો દેશમાં અનેક મોટા મંદિરો આવેલા છે જેના ટ્રસ્ટમાં જે તે રાજ્ય સરકાર કમિટીના સભ્યો નીમે છે અને સોપવામાં આવેલી કામગીરી કરે છે ગુજરાતમાં પણ 350 જેટલા મંદિરોમાં સરકાર સીધી જ ઇન્વોલ્વ છે પરંતુ સોમનાથ મંદિર ટ્રસ્ટ પૂરી સ્વાયત્તા સાથે કામગીરી કરે છે અને એટલા માટે જ ભક્તોને સારી સુવિધા સાથે યોગ્ય રીતે દર્શન કરવાનો લાભ મળે છે એજ રીતે હવે રામ મંદિર માટે પણ ટ્રસ્ટ બનાવવામાં આવે તો ભક્તોને સીધો જ લાભ મળી શકે.
First published: November 13, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading