Home /News /gujarat /

રાજકોટ: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે દિલીપ સંઘાણીનો કટાક્ષ, 'હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે'

રાજકોટ: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે દિલીપ સંઘાણીનો કટાક્ષ, 'હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે'

દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગે હાર્દિક પટેલ સાથેની સરખામણી કરતું સૂચક નિવેદન આપ્યું છે.

Gujarat politics : ' નરેશ પટેલને પૂછવા માગું છું કે, સમાજ એટલે કોણ? લેઉવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો પ્રમુખ હું છું મારી સાથે હજુ સુધી ક્યારેય પણ નરેશભાઈ પટેલ રાજકારણમાં પ્રવેશ આપે કે તે અંગે વાતચીત નથી કરી.'

રાજકોટ: ખોડલધામ નરેશ પટેલ (Naresh patel) રાજકારણમાં (Gujarat Politics) પ્રવેશ કરે તે પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. ખુદ લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સહકારી આગેવાન તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ  (Dilip Sanghani) મહત્વનું નિવેદન આપ્યું છે.  મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, નરેશ પટેલ વારંવાર કહે છે કે, 'સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. પરંતુ હું નરેશ પટેલને પૂછવા માગું છું કે, સમાજ એટલે કોણ? લેઉવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો પ્રમુખ હું છું મારી સાથે હજુ સુધી ક્યારેય પણ નરેશભાઈ પટેલ રાજકારણમાં પ્રવેશ આપે કે તે અંગે વાતચીત નથી કરી. જો નરેશભાઈ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર જણાવીશ.'

હાર્દિક અંગે શું જણાવ્યુ?

લેઉવા પટેલ સમાજમાં ખોડલધામના પ્રમુખ તરીકે નરેશભાઈનું ખૂબજ અદકેરું સ્થાન છે. હું પણ તેમને માન આપું છું. સમાજના નામે જે પ્રમાણે હાર્દિક પટેલે રાજકારણ કર્યું તે કિસ્સો સૌ કોઈ જાણે છે. સમાજના નામે આગળ આવેલા હાર્દિક પટેલની હાલ રાજકારણમાં શું સ્થિતિ છે તે પણ સૌ કોઈ જાણે છે. આમ, આડકતરી રીતે દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગે સૂચક નિવેદન હાર્દિક પટેલ સાથેની સરખામણી કરતું આપ્યું છે.'મારી સાથે ચર્ચા કરશે તો હું જણાવીશ'

નરેશ પટેલ સતત નિવેદન આપતા આવી રહ્યા છે કે, સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. ત્યારે પૂછવા માગું છું કે, 'નરેશ પટેલના મતે સમાજ કોણ? કારણકે લેઉવા પાટીદાર સમાજની સૌથી જુની સંસ્થાના પ્રમુખ તરીકે હું હાલ કાર્યરત છું. ત્યારે અત્યાર સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે બાબતે એક પણ વાર નરેશભાઇ પટેલે મારી સાથે વાતચીત નથી કરી. ત્યારે આગામી દિવસોમાં જો નરેશ પટેલ મારી સાથે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે ચર્ચા કરશે તો હું તેમને જરૂર મારી લાગણી જણાવીશ.'ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગેની જાહેરાત માટે 20 માર્ચથી લઇને 30 માર્ચ સુધીની સમય મર્યાદા જણાવી છે. ત્યારે આ સમય મર્યાદા પૂર્વે આગામી 19મી માર્ચના રોજ રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠક રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને મળવા જઇ રહી છે. આ બેઠકમાં નરેશ પટેલ સહિતના લેઉવા પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ પણ હાજર રહેવાના છે. ત્યારે આ બેઠકમાં નરેશ પટેલ પોતે રાજકારણમાં પ્રવેશ અંગે સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Politics, ગુજરાત, નરેશ પટેલ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन