અંકિત પોપટ, રાજકોટ: પાસના કન્વીનર દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ લલિત વસોયા અને કગથરા પર નિશાન સાધ્યું હતું. દિલીપ સાબવાનો આક્ષેપ છે કે, આંદોલનકારીઓની હાલત અત્યારે કોઇ પૂછતું નથી. જ્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા રાઘવજી પટેલ રડી પડ્યાં હતાં.
ઉપરાંત સાબવાએ આક્ષેપો કર્યા છે કે, કોંગ્રેસ નેતૃત્વ પાટીદારોને વોટબેંક સમજે છે. જ્યારે સુરતમાં મને રિવોલ્વરથી ધમકી આપવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાને ફસાવવા માટે કોંગ્રેસ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હતું.
તો દિલીપ સાબવાના આક્ષેપો બાદ લલિત વસોયાએ નિવેદન આવ્યું હતું , જેમાં તેઓએ જણાવ્યું કે નટુ ગાંડા મારો વિરોધી માણસ છે, વધુમાં તેઓએ જણાવ્યું કે ચૂંટણીમાં મને નુકસાન થાય તે માટેના કાવાદાવા કરવામાં આવ્યા છે. દિલીપભાઈની માનસિક સ્થિતિ સારી નથી એવું લાગી રહ્યું છે.
આ અંગે પાટીદાર અગ્રણી નિખીલ સવાણીએ જણાવ્યું કે, તમામ આરોપો પાયાવિહોણા છે. તે ઇલેક્શનના આગલા દિવસે જ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આક્ષેપો કરે છે. તેમનો સિલસિલો રહ્યો છે. તેઓ ગઇકાલ સુધી ભાજપ વિરુદ્ધ બોલતાં હતાં અને આજે હાર્દિક વિરોધી બોલે છે. તેમની આ સિસ્ટમ રહી છે.
નિખીલ સવાણીએ કહ્યું કે, આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને આ લોકો આક્ષેપો કરે એનાથી અમને કોઇ ફેર નથી પડતો. ભાજપ પૈસા આપે એટલે ત્યાં સુધી હાર્દિક વિરોધી બોલવાનું ચાલુ કરે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર