રાજકોટ : મહેનત રંગ લાવી, લૉકડાઉન દરમિયાન ઉંડા કરાયેલ તળાવ ભરાવા લાગ્યા


Updated: July 10, 2020, 4:10 PM IST
રાજકોટ : મહેનત રંગ લાવી, લૉકડાઉન દરમિયાન ઉંડા કરાયેલ તળાવ ભરાવા લાગ્યા
પ્રતિકાત્મક તસવીર

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મનરેગા કનર્વઝન સાથે તળાવો અને ખેત તલાવડી ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી

  • Share this:
રાજકોટ : રાજ્ય સરકારે હાથ ધરેલા જળ સંચય અભિયાનની સાથે રાજકોટ જિલ્લામાં મનરેગાના કનર્વઝનના કામો હાથ ધરાયા હતાં. ગામેગામ શ્રમિકોને રોજગારીની સાથે ગામ -સિમ તળાવો ઊંડા ઉતારવા, જળ સંચયના સુંદર કર્યો થયા હતા. તેવા સમયે મેઘરાજાએ મહેર થતાં રાજકોટ જિલ્લામાં ઊંડા ઉતારેલા ગામ તળાવો, સિમ તળાવો વરસાદી પાણીથી ભરવા લાગ્યા છે અને શ્રમિકોના શ્રમ રૂપી પરસેવા થકી પાણીથી છલોછલ ભરાયેલા આ તળાવો પારસમણિ બની ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યા છે.

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મનરેગા કનર્વઝન સાથે તળાવો અને ખેત તલાવડી ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ રાજકોટ તાલુકાના ઢાંઢીયા ગામે લૉકડાઉન દરમ્યાન 4138 માનવ દિન કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી. આ ગામ પાસે આવેલ ખળખળીયુ તળાવ ઉંડુ ઉતારવામાં આવ્યું. કુલ 2563 ઘનમીટર માટી કાઢવામાં આવી હતી. હજુ મહિના દિવસ પહેલા આ તળાવ કોરું ધાકડ હતું જે હાલમાં જ પડેલ વરસાદથી ભરાઈ ગયું છે.

આ પણ વાંચો - સ્કૂલની ફી માફ કરવા માટે સુરતથી પીએમને 5000 હજાર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા

ઢાંઢીયા ગામના સરપંચ ધુળાભાઈ બોળીયા જણાવે છે કે તળાવમાં પાણી ભરાતા હવે આસપાસના ખેતરમાં કૂવાના તળ ઉંચા આવવા લાગ્યા છ. તો માલધારીઓ માટે પણ સારા સમાચાર છે. માલઢોરને હવે પાણી સાથોસાથ ઘાસચારો પણ નજીકમાં મળી રહેશે. મનરેગા યોજનાથી અમારા ગામના અનેક શ્રમિકોને લૉકડાઉન દરમ્યાન રોજગારી થકી આર્થિક સધિયારો મળ્યો જે નફામાં છે. "હૈયે ટાઢક વળી છે" આ શબ્દો છે તળાવ ઉંડુ ઉતારવામાં મદદરૂપ બનતા શ્રમિક વિજયાબેન વઘેરાના. પાણી ભરાયા બાદ તળાવ પાસે આવી એ દિવસો યાદ કરતા વિજયાબેન જણાવે છે કે, લૉકડાઉન હતું તે સમયે કઈ કામ નહોતું. સરકાર અને સરપંચે અમને તળાવ ઊંડું કરવા મજૂરીકામમાં ત્રણ અઠવાડિયા કામ આપ્યું. અમારી મહેનતથી તળાવમાં પાણીનો ભરાવો વધતા ગામવાળાઓને જ ફાયદો થશે જેનો અમને ખુબ આનંદ છે.

શ્રમિક કેશુભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે આમ તો હવે અમે નિવૃત જેવા જ છીએ. લૉકડાઉનમાં મનરેગા યોજનાથી તળાવ ઊંડું કરવા લાગ્યા. ત્રણ અઠવાડિયા તળાવ ઊંડું ઉતારવાનું કામ કર્યું. દર અઠવાડીયે પૈસા પણ મળી જતા. ઘરખર્ચમાં ઘણો લાભ થયો. હવે આ જ તળાવ ભરાઈ જતા બહુ હરખ થાય છે, કે અમારી મહેનત લેખે લાગી. પાણી ભરાતા અમને સૌ ગામવાળાને ઘણો ફાયદો થશે. અમે આ માટે સરકારનો આભાર માનીયે છીએ.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ કહે છે કે, રાજકોટ તાલુકાના અનેક તળાવો ભરવા લાગ્યા છે, હજુ ચોમાસુ બે મહિના જેટલું ચાલશે ત્યારે વરસાદની પાણીની આવકથી આ ઊંડા ઉતારાયેલા તળાવોનું પાણી ખાસ કરીને પીવામાં અને ખેડૂતોને પાક લેવામાં ચોક્કસ મદદરૂપ બનશે. સુજલામ સુફલામ યોજનાથી જળ સંચયની કામગીરી એ રાજ્ય સરકારની દૂરંદેશીનું પરિણામ છે.
Published by: Ashish Goyal
First published: July 10, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading