Home /News /gujarat /

લાલબાપુના આશ્રમ ખાતે ડાયરામાં કિર્તીદાન પર થયો નોટોનો વરસાદ

લાલબાપુના આશ્રમ ખાતે ડાયરામાં કિર્તીદાન પર થયો નોટોનો વરસાદ

ડાયરામાં નોટોનો વરસાદ

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલા ગાયાત્રી આશ્રમમાં રવિવારે રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું.

  ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલા ગાયાત્રી આશ્રમમાં રવિવારે રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં કલાકારો પર લોકોએ મનમૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો. રાત્રે શરૂ થયેલો આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા, જીતુ દાન ગઢવી, નિરંજન પંડ્યા સહિતના કલાકારોએ લોકોને લોકસંગીત અને હાસ્યરસનું પાન કરાવ્યું હતું. ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. આ પૈસા ગરીબ દર્દીઓ અને ગાયોના ઘાસચારા પાછળ વાપરવામાં આવશે.

  કિર્તીદાન પર થયો રૂપિયાનો વરસાદ

  મોડી રાત્રે જ્યારે કિર્તીદાને પોતાના આગવી શૈલીમાં ભજનો લલકાર્યા ત્યારે તેમના પર લોકોએ રિતસરનો નોટોનો વરસાદ જ કરી દીધો હતો. સ્ટેજ પર તેમજ નીચે રૂપિયાની નોટો જ નોટો છવાઈ ગઈ હતી. પૈસાનો વરસાદ કરનાર લોકોમાં અનેક જાણીતા ચહેરા પણ હતા.

  રવિવારે રૂપાણીએ લીધી હતી લાલબાપુની મુલાકાત

  નોંધનીય છે કે હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા રાજકોટના સમા ગધેથડ ગાયત્રી આશ્રમના લાલબાપુનો 21 માસનો એકાંતવાસ રવિવારે પૂર્ણ થયો છે. આ પ્રસંગે આશ્રમ ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યો હતો. લાલબાપુ 2017માં ચોથીવાર એકાંતવાસમાં ગયા હતા. આ પૂર્વે તેઓ 1992,1998 અને 2014માં એકાંતવાસમાં રહી ચૂક્યા છે. બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોને બાપુએ આશીર્વાદ આપ્યા હતા. CM વિજય રૂપાણીએ  લાલબાપુને પારણા કરાવ્યા હતા.

  ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે ગધેથડ ગામે આવેલું છે. એક સમય હતો જ્યારે આ માત્ર એક ગામ તરીકે જ ઓળખાતું, પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગામ મટી એક આસ્થાનું એક ભક્તિનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ આસ્થાનું આ ભક્તિનુ કેન્દ્ર બનવા પાછળ કોઈ કારણભૂત હોઈ તો તે છે અહીં નિર્માણ પામેલા ગધેથડ ગાયત્રી આશ્રમ અને તેમના નિર્માણકર્તા લાલબાપુ.

  લાલબાપુનો ઈતિહાસ

  લાલબાપુની વાત કરીએ તો તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો છે. પિતા નવલસંગજી અને નંદુબાના પુત્ર તરીકે તેમને આજથી 60 વર્ષ પૂર્વે જન્મ લીધો હતો. જન્મે ક્ષત્રિય લાલબાપુનું નાનપણનું નામ લાલુભા હતું. લાલુભાના પરિવાર પાસે જમીન ઘણી હતી, પરંતુ પરિસ્થિતિવશ તેઓ નાગવદર ગામે સિમેન્ટના ભૂગળાનાં કારખાનામાં નોકરી કરી રૂ.2માં મજૂરી કરતા હતા. આમ, એક દિવસ તેઓ વેણુ નદીમા સ્નાન કરવા પડયા હતા. ત્યારે એક દિવ્ય અનુભૂતિ તેમને થઈ હતી. વેણુ નદીમાં તેમને એક દિવ્ય પ્રકાશપુંજ દેખાયો. જ્યારે એ પ્રકાશની સમિપ જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં તેમને એક હનુમાનજી મહારાજની મૂર્તિ દેખાય. ત્યાર બાદ તેઓ એ મૂર્તિ લઈને બહાર આવ્યા.

  જે બાદ તેઓએ એક મારુતિ યજ્ઞ કર્યો, પરંતુ ઈશ્વર ક્યાંક ને ક્યાંક લાલબાપુને વધુ અને વધુ સંકેતો આપી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું. એક તરફ નાગવદર ગામે મારુતિ યજ્ઞ ચાલી રહ્યો હતો. ત્યારે બીજી તરફ ત્યાં પડેલા નાળિયેર ધડાકાભેર ફાટતાં સૌકોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. ત્યારે ખુદ લાલબાપુ પણ એમાંથી બાકાત નહોતા. સૌકોઈ આવું કેમ થયું એવા સવાલો સાથે મગન જોશી નામના શાસ્ત્રીજી પાસે પહોંચ્યા. આ સમયે લાલબાપુએ પોતાને સાધના કરવી છે એવું તેમને જણાવ્યું હતું. ત્યારે આ સમયે મગન જોશી નામના શાસ્ત્રીજીને તેઓએ ગુરુ ધારણ કરી મા ગાયત્રીની ઉપાસના શરૂ કરી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dayaro, Kirtidan gadhvi, Mayabhai Ahir, Notes

  આગામી સમાચાર