સુરેન્દ્રનગરઃ દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ અને ક્લેક્ટર પર આરોપ

News18 Gujarati
Updated: June 4, 2019, 7:04 PM IST
સુરેન્દ્રનગરઃ દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ અને ક્લેક્ટર પર આરોપ

  • Share this:
સુરેન્દ્રનગરમાં દલિત યુવક કેરોસીન છાંટી ક્લેક્ટર કચેરીમાં ધસી આવતા નાસભાચ મચી હતી. આત્મવિલોપન કરવા આવેલા યુવકને કચેરીમાં સ્થિત પોલીસકર્મીએઓ રોકી અટકાયત કરી હતી. તો દલિત યુવકનો આરોપ છે પહેલા ક્લેક્ટર અને ત્યારબાદ DSP દ્વારા વાત સાંભળવાને બદલે ધક્કા ખવડાવવામાં આવ્યા અને કોઇ કાર્યવાહી કરી નહીં.

પ્રાપ્ત વિગત પ્રમાણે વઢવાણ તાલુકાના વડલા ગામે રહેતા દલિત પરિવારનો ગામના જ ઉપસરપંચ સાથે ઝઘડો થયો હતો. આ મામલે દલિત પરિવારમાંથી દેવજી રાઠોડે ઉપસરપંચ સામે ફરિયાદ લખાવી હતી, જો કે પોલીસે ફરિયાદ બાદ પણ કોઇ પગલા ન લીધા. ત્યારબાદ દેવજી રાઠોડ ક્લેકટર કચેરી પહોંચ્યો અને ક્લેકટરને વાત કરી પરંતુ ક્લેક્ટરે પણ ખો આપી સમગ્ર મામલે DSPને રજૂઆત કરવાની વાત કરી, બાદમાં દલિત યુવક DSPને મળવા પહોંચ્યો પરંતુ અહીં તેની વાત સાંભળવાનું દૂર પરંતુ તેને મળવાનો સમય જ આપવામાં આવ્યો નહીં.

અહીં ક્લિક કરી વાંચોઃ ઇડરીયાગઢને ‘ગ્રીનગઢ’ બનાવવા યુવાનોએ ઉપાડ્યું મિશન

ન્યાય માટે એક બાદ એક ધક્કા ખાઇને કંટાળેલા દલિત યુવક સુરેન્દ્રનગર ક્લેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. અગાઉ યુવકે ક્લેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી, જેના કારણે પહેલાથી જ ક્લેક્ટર ઓફિસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરોસીન છાંટી કચેરીમાં આવેલા દેવજી રાઠોડની આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. એક તરફ સરકાર નબળા વર્ગો માટે કામ કરતી હોવાની વાતો કરી રહી છે, તો બીજી બાજુ ન્યાય માટે ધક્કા ખાધા બાદ આત્મવિલોપન કરવાની સ્થિતિ બની રહી છે.
First published: June 4, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading