હાલમાં સાઇબર ક્રાઇમને (Cyber crime) લગતા ગુનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ હવે સાઇબર ક્રાઇમ પર વોચ રાખી રહી છે અને આવા ઓનલાઇન ઠગ કરતા આરોપીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં રાજકોટના (Rajkot) રૈયા રોડ કર્મચારી સોસાયટીમાં રહેતા કશ્યપ દિનેશભાઇ પંચોલી નામના યુવાનના મિત્ર જેનિશ પટેલના નામે ફેસબુકમાં બોગસ એકાઉન્ટ બનાવી તેનો પ્રોફાઈલ ફોટો મૂકી અકસ્માત થયો છે પૈસાની જરૂર છે.એવા મેસેજ કરી ઠગાઈ (Cyber Cheating) કરતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં (Rajkot Police) ફરિયાદ થઈ છે. પોલીસે આ બારામાં ગુનો નોંધ્યો છે.
ફરીયાદીને ફેસબુક (Facebook)માં પોતાનું એકાઉન્ટ હોય જેમા આ કામના અજાણ્યા આરોપીએ ફેસબુકમા ફરીયાદીના મિત્ર જેનીશ વાછાણીના નામનુ Jenish Patel થી ફેક એકાઉન્ટ બનાવી તેમા જેનીશનો પ્રોફાઇલ ફોટો રાખી તેમા ફેસબુક મેસેન્જરથી ફરીયાદીને મેસેજ કરી એકસીડન્ટ થયેલ હોય પૈસાની જરૂરીયાત છે તેવા મેસેજ કરી અલગ અલગ બે બેંક એકાઉન્ટ મોકલ્યા હતા.
ફરીયાદીએ પોતાના મિત્ર નીશીથને તેની જાણ કરતા નીશીથ ઓનલાઇન બેંકીંગનો ઉપયોગ કરતા હોઈ જેથી નીશીથએ ઓનલાઇન બેંક એકાઉન્મા 20,000 તેમજ બીજા બેંક એકાઉન્ટમા 30,000 જમા કરાવેલ અને બાદ સવારના ફરીયાદીએ જેનીશભાઇ વાછાણીને કોલ કરતા જેનીશે ફેસબુક એકાઉન્ટ જે પોતાના નામે કોઇએ ફેક બનાવેલ હોવાની હકિકત જણાવી હતી.
આમ ફરીયાદીને આરોપી દ્વારા ફેસબુકમાં તેના મિત્રના નામનું ફેક એકાઉન્ટ બનાવી 50,000 પડાવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પીઆઇ વી.કે. ગઢવી અને ટીમે તપાસ શરૂ કરી છે.
બેંકના નામે ખોટા ફોન અથવા તો paytm કે અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવાના બહાને કે કેવાયસીના બહાને લીંક મોકલી અથવા તો ઓટીપી માંગી લોકો સાથે પૈસા ખંખેરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને આવા ખોટા મેસેજ લિંક કે ખોટા ફોનને ઉપયોગ નહીં કરવા પણ જરૂરી બન્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર