Home /News /gujarat /'સિંહો'ના ગામ ખાંભામાં પૂલ પાસે મગર ચડી આવ્યો, રેસક્યૂ કરી ડેમમાં છોડાયો

'સિંહો'ના ગામ ખાંભામાં પૂલ પાસે મગર ચડી આવ્યો, રેસક્યૂ કરી ડેમમાં છોડાયો

ખાંભામાં રેસક્યૂ કરાયેલા મગરને મોભનેશ ડેમમાં છોડવામાં આવ્યો હતો.

અમરેલીના ખાંભા ગામની ઘટના ગત મોડી રાતે પૂલ પાસે મગર ચડી આવતા રેસક્યૂ ઑપરેશન હાથ ધરાયું

    રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લાના ખાંભા ગામે અવારનવાર સિંહો આવી ચડવાની ઘટના ઘટતી હોય છે. જોકે, ગત રાત્રે ખાંભા ગામની બહાર આવેલા પૂલ પાસે એક મોટો મગર ચડી આવ્યો હતો. મગર નજરે ચડતા જ ગામલોકો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી.

    ખાંભા ગામ પાસે આવેલા બેઠા પૂલ નજીક મગર જોવા મળતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે મગરને રેસક્યૂ કર્યો હતો અને નજીકના ડેમમાં છોડ્યો હતો. ગરમીના મોસના કારણે પાણીનો અભાવ હોવાથી વન્ય પ્રાણીએ પાણીની શોધમાં બહાર આવી ચડતા હોય છે ત્યારે ખાંભા ગામ ખાતે ગઈકાલે મગરે દેખા દીધી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા ગીર નેશનલ પાર્કનું સરહદી ગામ છે અને અહીંયા મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ હોવાથી અવારનવાર સિંહો આવી ચડતા હોય છે. રેસક્યૂ કરાયેલા મગરને વનવિભાગ દ્વારા મોભનેશ ડેમમાં છોડવામાં આવ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Crocodile, Khambha, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन